કલેકટરે બેઠકમા જમીનોના પડતર કેસો, નોંધો, પ્રકરણો, ખેડૂત પ્રમાણપત્ર, સરકારી ખાતાને જમીન ફાળવણી, ગામતળ કે સ્મશાન નીમ દરખાસ્ત, વેકસીનેશન, ફિલ્ડ વર્ક જેવા વિવિધ લોકહિતને સીધી રીતે સ્પર્શતા મુદાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. કલેકટરે ઉપસ્થિત સૌ અધિકારીઓના વિવિધ મહેસુલી પ્રશ્નો અંગે ગહન ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન પૂ પાડયું હતું. આ સાથે આવનારા દિવસોમાં વધુમાં વધુ વેકસીનેશન થાય એ દિશામાં કાર્યકરવા તમામ અધિકારીઓને સૂચના આપી હતી.
કોન્ફરન્સ હોલ ખાતે અમરેલી પ્રાંત અધિકારી સી.કે.ઉંધાડ, સાવરકુંડલા પ્રાંત અધિકારી
આર.આર.ગોહિલ તેમજ અમરેલી મામલતદાર અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકાના મહેસુલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


