Gujarat

અમરેલી જિલ્લા માં મેઘ મહેરએ ખેડૂતો માટે અતિવૃષ્ટિ સર્જી દીધી

અમરેલી જિલ્લા માં મેઘ મહેરએ ખેડૂતો માટે અતિવૃષ્ટિ સર્જી દીધી છે ત્યારે ખાંભા તાલુકા માં છેલ્લા 15 દિવસથી અવિરત વરસાદ પડ્યો હતો અને બાકી હતું ગઈ કાલે 2 ઈંચ જેટલા વરસાદે ખેડૂતોનો કપાસ , માગફરી સહિતના પાકનો વિનાશ કરી નાખ્યો હતો ત્યારે જિલ્લા નો મુખ્ય પાક મગફળી અને કપાસ છે ખાાંભા તાલુકામાં 23145 હજાર હેકટરમાં માગફરીનું અને 13124 હેકટરમાં કપાસનું વાવેતર થયું છે જ્યારે આ ચાલુ વર્ષ ખાંભા પંથકમાં 100 ટકાથી વધારે વરસાદ અને પાછોતરા વરસાદથી મગફરી , કપાસ સહિતના પાક ખેતરોમાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે
ખાંભા તાલુકામાં ચાલુ વર્ષ 100 ટકાથી વરસાદ પડવાથી લીલા દુષ્કાર જેવી સ્થિતિ સર્જી છે અને ખાંભાના ખેડૂત હમીરભાઈ મકવાણાનો 8 વિધાના કપાસનો પાક અને 7 વીઘા મગફરીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેડૂતને ખેતરમાં પાણી ભરાયેલ હોવાથી મજૂર કપાસ વીણવા પણ આવતા નથી અને કપાસના જીંડવા કાળા પડી ખરી ગયા છે અને મગફરીનો પાક પણ નાશ પામ્યો છે અને ખેડૂતને પશુનો ચારો પણ હાથમાં આવે તેમ નથી અને ખેડૂતોને ભારે નુકશાન થયું છે ત્યારે હજુ સુધી ખાંભા પંથકના ખેડૂતોના પાકનું સરકાર દ્વારા સર્વે કરી વળતર આપવા ખેડૂતોએ માંગ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *