સવિનય જયભારત સાથ જણાવવાનું કે, અમરેલી નગરપાલિકામાં અમરેલી શહેરના નગરજના પોતાના માટે, પોતાના બાળકોના એડમીશન તથા સ્કોલરશીપ માટે સરકારી સહાય, મેડીકલ સારવાર વિગેરે બાબત માટે આવક અંગેના દાખલાની જરુરીયાત હોવાથી નગરપાલિકામા અરજી કરે છે પરંતુ, નગરપાલિકા આ અરજદારોની સમસ્યાને ગંભીરતાથી ધ્યાનમા ન લેતા અરજી કર્યાના બીજા દિવસે આવકનો દાખલો આપે છે. જેથી લોકો હેરાન પરેશાન થઈ રહયા છે. રોજ રોજ સીનીયર સીટીઝનો ધકકા ખાતા હોય છે, જેથી અમારી નમ્રપણે રજુઆત છે કે, કોઈ શહેરીજન આવકના દાખલાની અરજી કરે તેના જરૂરી ડોકયમેંટ . પુરાવાઓ લઈ તાત્કાલિક ધોરણે આવક અંગેના દાખલા જે દિવસે અરજી કરી હોય તેજ દિવસે મળી રહે તેવી તાકિદે વ્યવસ્થા ઉભી કરવા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સમીર કુરેશી દ્વારા રજૂઆત કરવામાં આવી


