ઊના – દીવના ધોધલા ઇગલ ગ્રૃપ અને નુસીયુથ દ્રારા ક્રિકેટનું આયોજન કરવામાં આવેલ તેમાં ઊનાની અડ્ડા સડ્ડા ઇલેવન ક્રિકેટ ટીમે ભાગ લીધો હતો. અને પાંચ ટીમોને હરાવી ફાઇનલમાં આવેલ હતી. દિવના વણાંકબારાની યંગસ્ટાર દગાચી ઇલેવન સામે ઉનાની અડ્ડા સડ્ડા ઇલેવન ફાઇનલ મેચમાં અંતે દીપુભાઇ બાંભણીયાએ એક બોલમાં એક રન કરી ભવ્ય રીતે જીત મેળવી હતી. જેમાં મેન ઓફ ધ સીરીઝ જયેશભાઇ ઉર્ફે દાફડો બાંભણીયા થયેલ હતા. આમ ઉનાની અડ્ડ સડ્ડા ઇલેવન ટીમે ફાઇનલમાં જીત મેળવતા ફુલહાથી સ્વાગત તેમજ ટ્રોફી આપી સન્માન કરેલ હતું.


