Gujarat

સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા દ્વારા લોકવિદ્યા મંદિર થોરડી ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
આજરોજ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લોકવિદ્યા મંદિર થોરડી મુકામે ગ્રાહક સુરક્ષા અને ઓનલાઈન શિક્ષણની વિશદ સમજ આપવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં શાળાનાં વાળા સાહેબે સંસ્થાનો પ્રાથમિક પરિચય આપ્યો. ત્યારબાદ સંસ્થાના આદ્યસ્થાપક કાંતિદાદાએ મહેમાનોને આવકાર્યા અને શાળાની બાલિકાઓએ કુમકુમ તિલક કરી પુષ્પ ગુચ્છ આવેલા તમામ અતિથિઓનું સ્વાગત કર્યું હતું. શાળાનાં બાળકો દ્વારા એક સુંદર ગીત સંગીતના સૂરો સાથે રજૂ થયાં બાદ શાળાની વિદ્યાર્થીનીએ ગ્રાહક સુરક્ષા અંગે એક સુદર સ્વરિત કાવ્ય રજૂ કરી મહેમાનોનાં મન જીતી લીધાં. આમ તો લોકશાળા ના સિધ્ધાંત મુજબ શાળા પરિસર ખૂબ જ સ્વચ્છ અને ધ્યાનાકર્ષક હોય વાતાવરણ પણ ખૂબ સૌમ્ય જણાતું હતું. ૮૪ વર્ષની ઉંમરે પણ સંસ્થાના આદ્યસ્થાપક કાંતિદાદા સંસ્થાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ તકે ગ્રાહક સુરક્ષા મંડળનાં ડો. રવીભાઈ મહેતા, બિપીનભાઈ પાંધી, હર્ષદભાઈ જોશી અને આકાશભાઈ કારેલીયાએ ગ્રાહક સુરક્ષા અંગે શાળાના બાળકોને સવિસ્તર માહિતી આપી હતી. આમ તો આ સેમિનાર ખૂબ જ મુક્ત વાતાવરણમાં યોજાયો હોવાથી સમગ્ર વિદ્યાર્થી જગતમાં પણ ખાસ્સો પ્રભાવ પાડી શક્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શૈક્ષણિક સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ શિસ્ત સંયમ અને શાંતિ રાખી કાર્યક્રમને રસપૂર્વક માણ્યો હતો.

IMG-20211222-WA0142.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *