Gujarat

એ શૈશવનાં માસૂમ શમણાંને ખીલવા દ્યો.. ટયુશનની ભ્રામક માયાજાળમાં એને કેદ ન કરો.. બાળસહજ ભાવથી વ્યકત થયેલું એ દર્દ સમગ્ર સમાજ માટે એક રાહ ચિંધનારું છે.!! વાયરલ થયેલો વિડિયો નાનાં ભૂલકાઓ માટે ટયુશન એ ખરેખર અભિશાપ જેવું લાગે છે. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
એક વાત તો સ્પષ્ટ છે કે હજુ તો ઉગીને ઊભા થયેલાં માસૂમ બાળકોને શાળા અને ટ્યુશન જેવાં સ્થાનોમાં શૈક્ષણિક વિકાસ માટે કેદ કરી દેવા એ શૈશવનાં શમણાંનો વિનાશ જ ગણાય. સાંપ્રત સમયમાં એક વિડિયો વાયરલ થયો એક નાનો માસૂમ ચહેરો ટયુશનમાં જવા માંગતો નથી તેને રમવા માટે ખુલ્લું મોકળાશવાળું વાતાવરણ જોઈએ છે. આમ તો ખૂબ નાનેથી હજુ તો બાળકને પોતાનું નાક સાફ કરતાં પણ ન આવડતું હોય તેવી અવસ્થામાં કોઈ અજાણ્યા હાથમા ખાનગી ટયુશન માટે મોકલી દેવું એ શૈશવ માટે કુઠારાઘાત સમાન જ છે. હા બાળ અવસ્થા હમેશાં ચંચળ હોય છે, એને રમવું, ભમવું, રમકડાં અને ગમતાં ગીતો ગાવાનાં વધુ ગમે છે એવી અવસ્થામાં *વન પ્લસ વન ઈઝ ઈકવલ ટુ ટુ.* આ બાબતો તેનાં રસ અને રુચિભંગ કરનાર સાબિત થાય છે. પરંતુ આજની હાઈટેક જનરેશન અને એમાં પણ આ ડીઝીટલ યુગ..!!વળી સ્પર્ધાત્મકતા પેલાંનુ બાળક આગળ વધી જશે અને મારું પાછળ રહી જશે તો..! બસ કંઈક આવા ભાવથી આ માસૂમ બાળકો માટે ટયુશન અર્થાત્ વિશેષ પ્રશિક્ષણની ભ્રમિત માયાજાળ રચાય છે. અરે ભાઈ આ અવસ્થામાં બાળકને ટયુશન નહીં પરંતુ  મેદાની રમતો, ધૂળમાં રમવું, ગારાના રમકડાં બનાવવા વગેરે ખૂબ ગમતું હોય છે. પરંતુ મોટાભાગના વાલીવર્ગ બાળકનાં આ શૈશવનાં શમણાંનો ભોગ લે છે. જો સમજાય તો આ વિડિયો ભલે તમે મને પંખે ટિંગાડી દ્યો પરંતુ ટયુશનમાં મને નથી ગમતું મને ઘરે આવડે છે ટયુશનમાં નહીં.. આ શબ્દો સાહજિક રીતે નિકળેલો શૈશવનો વસવસો જ છે. સ્પર્ધાત્મકતાની ઘેલછામાં આપણે આપણાં બચ્ચાનું બાળપણ તો નથી છીનવી રહ્યાં ને?? સમગ્ર કિસ્સો આમ હાસ્ય સાથે વ્યંગ અને વેદના પણ રજૂ કરે છે. આમ તો ભાવિપેઢી માટે આંખો ખોલી દેનાર જ કહી શકાય.. જીવનનું સાચું સાતત્ય અને સૌંદર્ય જીવની ગમતી પળોને માણવાની છે. બાકી આ ક્ષણભંગુર જગતમાં કેટલાય આવ્યાં અને ગયાં જીવન તો મહેંકે એ જ શ્રેષ્ઠ મુરઝાયેલું જીવન તો બસ એક મશીન સમાન જ ગણાય..
2 Attachments

Screenshot_20211214-172807_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *