Gujarat

ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા દેશના પ્રથમ CDS બીપીન રાવત સહિત 13 રાષ્ટ્ર રક્ષકોને પાઠવી શ્રદ્ધાંજલિ

તમિલનાડુમાં સર્જાયેલી હેલીકોપ્ટર દુર્ઘટનામાં દેશના પ્રથમ CDS બીપીન રાવત સહિત 13 રાષ્ટ્ર રક્ષકોના નિધનથી સમગ્ર દેશ દુઃખી છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આ રાષ્ટ્રરક્ષકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તારીખ 13 ડિસેમ્બરના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજકોટના શ્રી સરદાર પટેલ ભવન ખાતે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર સૌ કોઈએ બે મિનિટ મૌન પાળીને CDS બીપીન રાવત સહિતના તમામ 13 રાષ્ટ્ર રક્ષકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમના બલિદાનને યાદ કર્યું હતું.

મહત્વનું છે કે, ગત તારીખ 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુરમાં હેલીકોપ્ટર ક્રેશ થતાં દેશના પ્રથમ CDS બીપીન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

IMG-20211213-WA0090.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *