Gujarat

ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૧ મતદાન મથકોના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કરતા વધારે વ્યક્તિઓએ એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ

જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે ત્યારે તમામ ગ્રામ પંચાયત મતદાર વિભાગમાં સામાન્ય ચૂંટણીઓ માટે નક્કી કરવામાં આવેલ મતદાન મથકોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તા.૧૯/૧૨/૨૦૨૧ના સવારના ૭:૦૦ થી સાંજના ૬:૦૦ કલાક સુધી ચાર કરતા વધારે વ્યક્તિઓની મંડળી કોઇએ ભરવી, બોલાવવી કે સરઘસ કાઢવું અને એકઠા થવા પર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, મિતેશ પી. પંડ્યા, જામનગર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામુ બહાર પાડેલ છે.

આ જાહેરનામુ સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, ફરજ ઉપરના ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત થયેલ હોય તેવી વ્યક્તિઓને, લગ્ન વરઘોડાને, સ્મશાનયાત્રાને, ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૧ માટે મતદાર યાદીમાં નોંધાયેલ માન્ય મતદારોની મતદાન સમયેની હરોળ(ક્યુ)ને, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીઓને અને જીલ્લાના ચૂંટણી અધિકારી અગર મદદનિશ ચૂંટણી અધિકારી અગર સબંધિત તાલુકા મામલતદારશ્રીએ અધિકૃત કરેલ વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *