જેતપુર તાલુકા ના મંડલીકપુર ગામ પાસે પોરબંદર હાઇવે પર આજે સવારે શિમ વિસ્તાર માં ચરણ માટે લઈ જવાતા અબોલ પશુ ઘેટા બકરા ઉપર ડમ્પર ફરી વળતા ઘટના સ્થળે 9 જેટલા ઘેટા બકરા ના મોત થવા પામેલા હતા એ ઘટના બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા
બનાવની વિગત મુજબ માલધારી ભારાભાઈ નાથાભાઈ ના જુદા જુદા ની માલિકી ઘેટા બકરા આજે સવારે 7 વાગ્યા આજુબાજુ શિમ વિસ્તાર માં ચરણ માટે લઈને જતા હતા ત્યારે જેતપુર પોરબંદર નેશનલ હાઈવે પર આવેલ મંડલીકપુર ગામ આગળ સવારે ગાઢ ધુમ્મસના કારણે ગુંદાળા તરફ થી આવતા ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા ઘેટા બકરા અડફેટે ચઢ્યા હતા અને રોડ અબોલ જીવો ના લોહીથી રક્ત રંજીત બન્યો હતો.આ અકસ્માત સર્જયા બાદ ડમ્પર ચાલક ડમ્પર લઈને ફરાર થયો હતો આ બનાવના પગલે ગ્રમજનોની મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી હતી આ બનાવ અંગે રાજકોટ હાઈવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
હરેશ ભાલીયા જેતપુર


