ધ્રાંગધ્રા:
ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે રહેતા ઠાકરશીભાઇ નડીયાદરાના પ્લોટમાં ગ્રામપંચાયત દ્વારા કોઇ દસ્તાવેજો પુરાવા રજુ કયાઁ વગર અન્ય બે શખ્સોનો નામ ચડાવતા વિવાદ ઉભો થયો છે, અરજદારે આને ઘોર બેદરકારી કહી સત્તાની મનમાની જણાવી હતી. ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે રહેતા ઠાકરશીભાઇ લવજીભાઇ નડીયાદરાના દાદા ગલાભાઇને ગામતળનો પ્લોટ મળેલ હોય જેઓના અવસાન બાદ ઠાકરશીભાઇના પિતા લવજીભાઇ અને તેઓના કાકા વિઠ્ઠલભાઇના પારિવારીક મિલ્કતના ભાગ પડતા દાદાના ગામતળનો પ્લોટ ઠાકરશીભાઇના પિતા લવજીભાઇના ભાગમાં આવેલ હતો જે પ્લોટનું નોટરી લખાણ પણ કરેલ હતું પરંતુ આ મિલ્કતના ભાગ પડ્યાને વષોઁ વિતી ગયા પછી ગત વષઁ ૨૦૨૧મા ઠાકરશીભાઇ લવજીભાઈ નડીયાદરાના પ્લોટમાં અચાનક વધુ બે ભાઇઓ જેમા દલાભાઇ વિઠ્ઠલભાઇ પટેલ તથા મગનભાઇ વિઠ્ઠલભાઇ પટેલના નામોનો સમાવેશ થયો હતો આ બાબતની જાણ અરજદાર ઠાકરશીભાઇ પટેલને થતા તેઓ દ્વારા આર.ટી.આઇ દ્વારા માહિતી મંગાવી તપાસ કરતા પ્લોટમાં નવા ચડવામા આવેલા નામો માટે ગ્રામ પંચાયતમાં કોઇ દસ્તાવેજી પુરાવા રજુ કરાયા નથી જેથી સિતાપુર ગ્રામ પંચાયત તથા તલાટી દ્વારા અધ્ધરો-અધ્ધર નામ ચડાવી કોઇ એક વ્યક્તિના મિલ્કતી પ્લોટમાં અન્ય નામો ચડાવતા પારીવારીક વિવાદ ઉભો થયો હતો આ તરફ પ્લોટના ખરેખરના માલિક ઠાકરશીભાઇ નડીયાદરા દ્વારા જીલ્લા કલેક્ટર સુધીના ઉચ્ચ અધિકારીઓને રજુવાતો કરેલ હોય અને રજુવાતને પ્રતિઉત્તરમા ધ્રાંગધ્રા તાલુકા પંચાયત તથા સિતાપુર ગ્રામ પંચાયતને કાયઁવાહી કરવાના આદેશ પણ કરાયા હોય છતાય અધિકારીઓ એક બીજાને ખો આપી અરજદારને ધરમના ધક્કા ખવડાવી રહ્યા હોવાના આક્ષેપ કરવામા આવી રહ્યા છે. ત્યારે ખરેખર વારસામાં આવેલ પ્લોટના માલિક ઠાકરશીભાઇ નાડીયાદરા દ્વારા જે તે સમયના તલાટી દ્વારા વહીવટના જોરે માલિકીના પ્લોટમાં અન્ય બે ભાઇના નવા નામો ઉમેયાઁ હોવાનો પણ આક્ષેપ કરાયો છે ત્યારે હાલ આ સમગ્ર મામલાને અરજદાર દ્વારા મુખ્યમંત્રી સુધી રજુવાત કરી ન્યાયીક તપાસની માંગ કરી અગામી સમયમા આંદોલન સહિતની ચીમકી ઉચ્ચારાઇ છે.
સીતાપુરમાં ચર્ચાસ્પદ બનેલા આ કિસ્સામાં લોકો તંત્ર પાસે નિશ્ચિન્ત બનીને પોતાના કામની આશાએ જતા હોય છે પણ તંત્ર જ જયારે છેતરપિંડી માં સામેલ હોવાનો આક્ષેપ થાય તયારે મામલો ગંભીર જણાય છે.
