અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોતઃએકનો આબાદ બચાવ,ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધોળાપુલ ઉપર એસ.ટી.બસ અને મોટરસાઈકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.એસ.ટી.બસ અને મોટરસાઈકલ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલક યુવક નું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.ધોરણ-10 માં નું ફોર્મ ભરવા માટે રાણપુર આવ્યો હતો અને ફોર્મ ભરીને પરત ઉમરાળા જતો હતો ત્યારે રાણપુર બાજુ થી પાળીયાદ ત્રણ રસ્તા તરફ જઈ રહેલા મોટરસાઈકલ સામે આવતી જસદણ-અમદાવાદ એસ.ટી.બસ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.મોટરસાઈકલ માં બે યુવકો સવાર હતા જેમાંથી એક યુવક નું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.જ્યારે બીજા યુવક નો આબાદ બચાવ થયો હતો.આ ઘટના અંગે મળતી માહીતી મુજબ મૃતક બાઈક ચાલક રાણપુર તાલુકાના ઉમરાળા ગામનો અનીલભાઈ એભલભાઈ સરવૈયા ઉંમર-17 વર્ષ છે.જ્યારે આ અકસ્માત ને લઈને ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા.અકસ્માતને લઈને પુલ ઉપર વાહનો નો ટ્રાફીક જામ થયો હતો.પોલીસે ભારે મહેનતે ટ્રાફીક દુર કર્યો હતો.આ ઘટનાની જાણ પોલીસ ને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને મૃતક યુવકને રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.માટે મોકલી આપી કાર્યવાહી કરવામાં આવીતી.જ્યારે આ ઘટનાને લઈને રાણપુર પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


