Gujarat

વંથલી ખાતે તાલુકાના નવનિયુકત સરપંચો નો સન્માન સમારંભ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવ્યો

નવનિયુકત 42 સરપંચો માંથી 39 સરપંચોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી…

સમગ્ર ગુજરાતમાં આઠ હજારથી પણ વધુ ગ્રામપંચાયતોની ચૂંટણીનું મતદાન ગત 19 ડિસેમ્બર ના રોજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો દ્વારા હોંશભેર કરવામાં આવ્યું હતું.અને મતગણતરી 21 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવી હતી.ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં પણ 42 ગ્રામપંચાયતો ની ચુંટણી યોજાઈ હતી. જેમાં 8 ગ્રામપંચાયત સમરસ બની હતી.અને 34 ગ્રામપંચાયતો ની મતગણતરી હાથ ધરાઇ હતી.જેમાં સરપંચપદે વિજેતા થયેલા તમામ નવનિયુકત સરપંચો નો સન્માન સમારંભ કાર્યકમ માણાવદર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દિનેશભાઈ ખટારીયા,તાલુકા પંચાયત પ્રમુખ કેશુરભાઈ મેંતરની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન સમારંભ કાર્યક્રમ વંથલી ખાતે યોજવામાં આવ્યો હતો.તેમાં ચૂંટાયેલા તમામ નવનિયુકત સરપંચોને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.અને 42 સરપંચો માંથી 39 નવનિયુકત સરપંચોએ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી
Attachments area

IMG-20211230-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *