Gujarat

વડોદરાની પરણિતાને ન્યૂડ ફોટો મોકલનાર જામનગરથી ઝડપાયો

વડોદરા
મૂળ રાજસ્થાનના અને ભાયલીમાં રહેતા યુવકે પોલીસને જણાવ્યું કે, તે ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરે છે. ૮ નવેમ્બરે રાત્રે તેમની પત્નીના ફોન પર અજાણ્યા નંબર પરથી અભદ્ર મેસેજ તેમજ ન્યૂડ ફોટા-પોર્ન ક્લિપ મોકલાઈ હતી. જેથી તેમણે તે નંબર પર ફોન કરતાં સામેવાળાએ અભદ્ર ભાષામાં વાત કરી હતી. તે નંબર પરથી બે માસથી બીભત્સ મેસેજાે-ક્લિપો આવી રહ્યા હતા. તેમણે સમજાવવાનો પ્રયાસ કરતાં સામેવાળી વ્યક્તિએ અપશબ્દો બોલી મેસેજમાં પણ અપશબ્દો લખી મોકલ્યા હતા. સાઇબર ક્રાઇમ પોલીસને આ શખ્સ જામનગર પાસેના મોટી ખાવડી પંથકમાં સક્રિય હોવાનું જણાયું હતું. જેથી પોલીસની ટીમે જામનગર પહોંચી શખ્સને ઝડપી લીધો હતો. તેનું નામ મુકેશ લલ્લનસિંગ સિંગ હોવાનું અને તે મૂળ યુપીનો અને થોડા સમયથી જામનગરની કંપનીમાં મજૂરી કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, મુકેશસિંહ સોશિયલ મીડિયાના ગ્રૂપ અને પેઇજમાં જાેઇન થયા બાદ પ્રોફાઇલોમાંથી નંબર શોધી ૫૦ મહિલાને બિભત્સ ફોટા-મેસેજ મોકલી બિભત્સ માગ કરી હતી પોલીસે મુકેશને વડોદરા લાવ્યા બાદ તેનો કોરોના ટેસ્ટ કરાવી મંગળવારે રાત્રે તેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, તેના ફોનમાંથી મોટી સંખ્યામાં પોર્ન ક્લિપો-વીડિયો મળ્યા હતા અને તે વિકૃત માનસિકતા ધરાવતો હતો. તેણે સોશિયલ મીડિયા પરથી નંબર મેળવ્યા બાદ મહિલા સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પણ તેણે પ્રતિસાદ ન આપતાં ઉશ્કેરાયેલા મુકેશે પોર્ન ક્લિપો-ન્યૂડ ફોટા મોકલી હેરાન કરવાનું શરૂ કર્યું હતું.ભાયલીની પરિણીતાના ફોન પર ન્યૂડ ફોટા, પોર્ન ક્લિપો મોકલી તથા અભદ્ર મેસેજાે કરી પરેશાન કરનારા શખ્સ સામે પરિણીતાના પતિએ ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમ બ્રાન્ચે શખ્સને જામનગરથી ઝડપી લીધો હતો. તપાસમાં ઘટસ્ફોટ થયો કે, યુવકે સોશિયલ મીડિયાના ગ્રૂપમાં મહિલાનો નંબર જાેયો હતો અને તેમાં ડીપીમાં મહિલાનો ફોટો હોવાથી નંબર સેવ કરી લીધા બાદ પજવણી શરૂ કરી હતી.

Sent-bad-photo-and-video-to-WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *