ગિરગઢડા
ભરત ગંગદેવ…
વિશ્વની લોહાણા જ્ઞાતિની મધ્યસ્થ (માતૃ) સંસ્થા લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠ્ઠલાણી કચ્છ જિલ્લા ની એક અઠવાડિયા ની મુલાકાતે તા 24/12/21 ના પધારી રહ્યા છે. તેઓ તા. 24/12/21 સવારના જંગી તા ભચાઉ કચ્છમાં માતૃશ્રી રેવાબેન છગનલાલ પરિવાર હસ્તે કે.સી.ઠકકર દ્વારા નિર્મિત ગામના પ્રવેશદ્વાર “મેકરણ” પ્રવેશદ્વારના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.ત્યાર બાદ બપોરે રાપર તથા ભચાઉ ની મુલાકાત લેશે.તા. 25/12/21ના સવારે ગાંધીધામ મધ્યે નેત્રયજ્ઞમાં ઉપસ્થિત રહી આદિપુર જશે અને બપોર બાદ ગાંધીધામ અને અંજાર ની મુલાકાત લેશે. તા. 27/12/21 ના મુંદ્રા, માંડવી, માધાપર અને ભુજ ની મુલાકાત લેશે . તા. 28/12/21 ના નલીયા , હવનખુંડી, નારાયણ સરોવર, કોટેશ્વર થઈ દયાપર જશે , બપોર બાદ માતાના મઢ , આશાપુરા મા ના દર્શન કરી નખત્રાણા જશે . તા 29/12 ના રણ ઓફ કચ્છનું સૌદર્ય માણી, 30/12 ના પરત મુંબઈ જશે. તેમની સાથે મહાપરિષદના ઈન્ટરનેશનલ લોહાણા મહિલા અધ્યક્ષ રશ્મિબેન તથા યુવા પ્રમુખ ચૈતન્યભાઈ પધારશે.
તેમની મુલાકાત દરમિયાન કચ્છ ઝોન ના પ્રમુખ કે.સી.ઠકકર, મંત્રી શામજીભાઈ સચદે , રીઝીઅન પ્રમુખો સુરેશભાઈ (મુન્દ્રા) , મુકેશભાઈ (રાપર) , હિતેશભાઈ (ભુજ), અશોકભાઈ (આદિપુર),દીપકભાઈ (દયાપર) અને રીઝીઅન મંત્રીઓ હસમુખભાઈ (અંજાર),દિનેશભાઈ (ભુજ) , ગિરીશભાઈ (નલીયા) , રમણિકભાઈ (માંડવી) , ધીરુભાઈ (સામખીયાલી) , કચ્છ ઝોન મહિલા પ્રમુખ જીજ્ઞાબહેન, કચ્છ ઝોન યુવા અધ્યક્ષ ભરતભાઈ રૈયા વિ. જોડાશે. કચ્છ જિલ્લાની મુલાકાત સમયે લોહાણા મહાજનના હોદેદારો , કારોબારી સભ્યો , જ્ઞાતિના આગેવાનો સાથે જ્ઞાતિના ઉત્કર્ષ તથા સંગઠન માટે વિચાર વિમર્શ કરશે . મહિલા અને યુવાનો સાથે પણ ખાસ બેઠક યોજવામાં આવશે .
Attachments area


