ગિરગઢડા
ભરત ગંગદેવ..
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા લગભગ 3 લાખ જેટલા લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં આવે છે.નગરપાલિકા થી લોકોના રોજબરોજના ઘણા બધા કાયમી કામ પડતા હોય છે.હાલ વેરાવળ નગરપાલિકા મા કાયમી ધોરણે ચીફ ઓફિસર નથી જેથી લોકોને પારાવાર મુશ્કેલીઓનું સામનો કરવો પડે છે.
લોકોને પાણી,લાઈટ,સફાઈ તેમજ ઘણી જીવન જરૂરી બાબતો માટે નગરપાલિકાના નું રૂબરૂ સંપર્ક કરવાનું હોય છે પણ કાયમી ચીફ ઓફિસર ના હોવાથી લોકોને ધક્કા થાય છે અને ખૂબ મુશ્કેલી પડે છે.જેથી કાયમી ચીફ ઓફિસર ની ખાસ જરૂરિયાત ઊભી થયેલ છે.
વેરાવળ નગરસેવક અફઝલ પંજા એ જણાવેલ ગુજરાત સરકાર દ્વારા લોકોને સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ મા મુશ્કેલી ના પડે તે માટે ઘણા કાર્યક્રમ નું આયોજન કરે છે અને 3 લાખની વસ્તી ધરાવતા વિસ્તાર મા કાયમી ચીફ ઓફિસર ના હોય તે ગંભીર બાબત છે તે અંગે નગરસેવક દ્વારા મુખ્યમંત્રી શ્રી ને લેખિત રજૂઆત કરેલ છે અને આશા વ્યક્ત કરેલ છે કે વહેલી તકે ચીફ ઓફીસર ની કાયમી નિમણૂંક કરવામાં આવશે
