જામનગર જિલ્લામાં જામજોધપુર ખાતે આવેલ શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે કામચલાઉ મતદારયાદી તૈયાર કરવામાં આવેલ છે. જેમાં મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ તા.૧૬-૧૨-૨૦૨૧(આજરોજ) ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, લાલપુર, જિલ્લા રજીસ્ટ્રાર (સ.મં.)ની કચેરી, શ્રી જામનગર શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ, જામનગ ખાતે, દાવા-વાંધાઓ રજુ કરવાની છેલ્લી તા.૨૪-૧૨-૨૦૨૧ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, લાલપુર ખાતે, દાવા-વાંધાઓના નિકાલની આખરી તા.૨૯-૧૨-૨૦૨૧ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, લાલપુર ખાતે અને મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૩૧-૧૨-૨૦૨૧ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, લાલપુર, જિલ્લા રજીસ્ટ્રાર (સ.મં.)ની કચેરી, જામનગર અને શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ, જામનગર ખાતે કરવામાં આવશે તેમ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારી, લાલપુરની યાદીમાં જણાવાયું છે.
