Gujarat

સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ પ્રાચી ના પ્રમુખ અને વડીલ સ્વ નગાભાઈ કાળાભાઈ વાજા નો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ  કોળી સમાજ ભવન માં રાખવામા આવેલ છે.  

 ગિરગઢડા
  ભરત ગંગદેવ.
સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ પ્રાચી ના પ્રમુખ અને  વડીલ સ્વ:નગાભાઈ કાળાભાઈ વાજા મુ. વિરોદર નું તા.21/11/2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમના આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તારીખ. 28/11/2021 ને રવિવારના સવારના 10 થી 12 વાગ્યા સુધી પ્રાચી કોળી સમાજ ભવન માં રાખવામાં આવેલ છે તો આ શ્રદ્ધાસુમન અર્પણ કરવા દરેક સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાન શ્રીઓ, વડીલો અને યુવાન મિત્રોને જાણ કરવામાં આવે છે.
સ્વ નગાભાઈ કાળાભાઈ વાજા જે સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ પ્રાચી ના પ્રમુખ  તેમજ કોળી સમાજના રાજકીય અગ્રણી તેમજ સરળ તથા નિખાલસ સ્વભાવ તથા નાના સાથે નાના મોટા સાથે મોટા   મળતાવડો સ્વભાવ કોળી સમાજ તેમજ અન્ય સમાજમાં એક મોભાદાર નામના ધરાવતા અગ્રણી જે સમાજને કાયમ માટે ખોટ સાલશે તેવા વ્યક્તિત્વ ધરાવતા નગાભાઈ કાળાભાઈ વાજા નુ અવસાન થતાં દરેક સમાજ મા શોકની લાગણી જોવા મળી રહી છે.

IMG-20211127-WA0385.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *