Gujarat

સરકારી તેમજ ખાનગી ક્ષેત્રે યુવાઓને વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે – ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળની ઔધોગિક તાલીમ સંસ્થા જામનગર દ્વારા આઈ.ટી.આઇ. કેમ્પસ જામનગર ખાતે ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારઘીની પ્રેરક ઉપસ્થિતીમાં નેશનલ અપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નોકરીદાતા તરીકે ૧૬ જેટલા વિવિધ ઔદ્યોગિક એકમો તેમજ ૧૭૦ ઉમેદવારોએ રોજગારી હેતુ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાનાં ૧૦૩ ઉમેદવારોને નોકરીદાતાઓ તરફથી સ્થળ પર જ એપ્રેન્ટીસ અંગેના નિમણુંક પત્રો એનાયત કરાયા હતા. જેમાં વધુમાં વધુ વેલ્ડર તથા ડિઝલ મેકેનીકમાં તાલીમાર્થીઓનો રસ જોવા મળ્યો ત્યારબાદ ફિટર અને ટર્નરમાં ઉમેદવારોની પસંદગી થઈ હતી.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *