આ બાબત ની જાણ આજુ બાજુ ના લોકોને થતાજ લોકોએ નગરસેવક નાસિર ચૌહાણ ને જાણ કરતા નગરસેવક નાસિર ચૌહાણ તાત્કાલિક બનાવના સથળે પોહચી ને ટાઉન પોલીસ સ્ટે.ના પી.આઈ.ગોસ્વામી સાહેબ ને જાણ કરતા પોલિસ કાફલો ઘટના સ્થળે પોહચી મૃતદેહ ને પી.એમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. જાણવા મળતી વિગત એવા પ્રકારની છે કે તારીખ ૭/૧૦/૨૦૨૧ ને ગુરુવારે રાતના 8 વાગ્યા આસપાસ સાવરકુંડલા કે.કે હાઈસ્કૂલ ના પાછળ ભાગમાં આવેલા નાવલી નદીમાં પાણી માં ડૂબેલી લાશ ત્યાંથી પસાર થતા કોઈ માણસ જોય જતા તેને આજુ બાજુ ના લોકોને બુમો પાડી ભેગા કરતા ત્યાંના સ્થાનિક લોકોએ જાગૃત પત્રકાર અને નગરસેવક નાસિર ચૌહાણ ને જાણ કરતા નગરસેવક તત્કાલ બનાવ ના સ્થળે હાજર થય સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટે.ના પી.આઈ ગોસ્વામી ને જાણ કરતા પી.આઈ ગોસ્વામી.બીટ જમાદાર અમનભાઈ કાજી.ખોદુભાઈ સહિત નો સ્ટાફ તાત્કાલિક બનાવના સાથળે પોહચી ને તપાસ કરતા મારનાર નું નામ જયનારણભાઈ ભાગીરથભાઈ જોશી.ઉ.વર્ષ 52 રહે.ફ્રેન્ડ સોસાયટી સાવરકુંડલા વાળા હોવાનુંજાણવા મળેલ બાદમાં મારનાર ના દીકરાને જાણ કરી બનાવ સ્થળે બોલાવી ત્યાર બાદ વિરદાદા જસરાજ સેના ની એમ્બ્યુલન્સ બોલાવી ડેડ બોડી પી.એમ માટે સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવેલ અને મરનાર નશો કરવાની ટેવ વાળો હોવાનું પણ જાણવા મળેલ છે જેના કારણે પાણી માં પડી જવાથી મોત થયું હોવાનું લોકો માની રહ્યા છે. પરંતુ ખરી હકીકત શુ છે તે દિશામાં પોલીસ તાપસ કરી રહી છે.


