સુરત
સુરત કોર્પોરેશન દ્વારા રાજ્યમાં સૌથી પહેલા વેક્સિનનો પહેલો ડોઝ આપવા માટેની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં સફળતા મળી છે. દિવાળી બાદ કોરાના સંક્રમણના કેસોમાં વધારો થઈ શકે તેવી ચિંતાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા નોક ટુ ડોરથી લઈને અનેક પ્રયાસો કર્યા છે. જાેકે બીજા ડોઝ લેવામાં લોકો એટલા ઉદાસીન દેખાઈ રહ્યા છે કે અનેક પ્રયાસો કરવા છતાં પણ તેને વેગ મળી રહ્યો નથી. વિશેષ કરીને સુરત શહેરમાં લિંબાયત અને ઉધના ઝોનની અંદર બીજા ડોઝ લેનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી જાેવા મળી રહી છે. આ વિસ્તારના લોકો ઝડપથી વેક્સિન સેન્ટર ઉપર પહોંચે તેવા પ્રયાસો કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે. પાલિકાએ બીજા ડોઝ માટે વંચિત ૬,૪૨,૮૦૦ લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા જાહેર કરેલી તેલ ફ્રીની સ્કીમને પગલે કુલ ૭૮ રસી કેન્દ્રો પૈકી ઘણા સ્થળે વ્યવસ્થા બગડે તેવી ભીતિ સેવાઇ રહી છે. સૂત્રોએ કહ્યું કે, સેકન્ડ ડોઝ માટે વંચિત લાભાર્થીઓની સંખ્યા વધુ હોવાથી સ્કીમનો લાભ દરેકને મળી શકે તેમ નથી. મદદરૂપ થયેલી સંસ્થાએ દોઢથી બે લાખ તેલના પાઉચનો જ સહયોગ કર્યો છે. જેથી વહેલા તે પહેલાના ધોરણે સ્કીમનો લાભ લઇ શકાશે. આ સ્કીમ સ્ટોક રહેશે ત્યાં સુધી જ મર્યાદિત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું સુરત શહેરના લોકો બીજાે ડોઝ લેવામાં ઉદાસીન દેખાઈ રહ્યા છે. તેમને આકર્ષવા માટે અનોખી સ્કીમ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં જેમણે બીજાે ડોઝ લીધો નથી તેઓ વેક્સિનનો બીજાે ડોઝ લેનારને વહેલા તે પહેલાના ધોરણે લેશે તેને એક લીટર જેટલું તેલ વિનામૂલ્યે આપવાનું શરૂ કરાયું છે. ૬,૪૨,૮૦૦ લોકોએ સમય થઈ ગયો હોવા છતાં હજુ પણ વેક્સિનનો બીજાે ડોઝ લીધો નથી. તેઓને હવે રસીકરણ કેન્દ્ર સુધી લાવવા માટે કોર્પોરેશને નવી સ્કીમ શરૂ કરી છે. પાલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે બીજાે ડોઝ લેનારને તેલ વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે આપણે વેક્સિનના કારણે સફળ થઇ રહ્યા છે. આજે જેટલા પણ લોકો સુરક્ષિત છે તે વેક્સિનના કારણે છે. સુરત શહેર હંમેશા દરેક કાર્યમાં ઉત્સાહિત હોય છે. સમગ્ર ગુજરાતમાં આપણે સૌથી પહેલા સો ટકા પ્રથમ ડોઝનું રક્ષણ કરવામાં સફળ રહ્યા છે. ત્યારે હું તમામ સુરતીઓને અપીલ કરું છું કે છ લાખ જેટલા હજી પણ લોકોએ બીજાે ડોઝ લીધો નથી તેઓ ઝડપથી વેક્સિન લઈને પોતાને સુરક્ષિત કરે. શહેરમાં ૩૭.૩૪ લાખે પ્રથમ ડોઝ લઇ લીધો છે. ૨૩.૮૦ લાખને બીજાે ડોઝ અપાયો છે. જાેકે બીજા ડોઝ માટે લાયક છતાં રસીથી વંચિત ૬,૪૨,૮૦૦ લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા બીજાે ડોઝ લે તો ૧ લિટર તેલના પાઉચનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં યુવા અનસ્ટોપેબલ સંસ્થાનું યોગદાન મળ્યું છે.


