વિચરતી અને વિમુક્ત જાતી પૈકી ગાડલીયા લુહાર સમુદાય વર્ષો થી સતત રખડતું જીવન ભોગવી રહ્યા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છુટા છવાયા અને ખાનાબદોષ જીવન ગુજારી ગાડલીયા લુહાર તરીકે ઓળખાતા પરિવારો ની નવી પેઢી ને શિક્ષણ તરફ વાળવા માટે સંતભુમી વીરપુર જલારામ થી ગાડલીયા લુહાર સમાજ ના યુવાન શિક્ષિત આગેવાન દેવરાજ રાઠોડ અને એના સમાજ ના મિત્રો એ “કાઠીયાવાડ ગાડલીયા લુહાર” સંસ્થા બનાવી આ પરિવારો માટે કઈક કરવા માટે આગળ આવ્યા અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તાર માં જૂપડા માં રહેતા સમાજ ના લોકો ને સરકારશ્રી ની વિવિધ કલ્યાણકારી યોજના હેઠળ ઘર નું ઘર અપાવ્યું અને હવે આ ગરીબ પરિવારો ના બાળકો ના શિક્ષણ ની ચિંતા કરી અજ્ઞાતા ના અંધકાર માંથી શિક્ષણરૂપી પ્રકાશ જીવનમાં પાથરવા માટે વિરપુર, મંડલીકપુર, ભેંસાણ, મવડી, જેવા અલગ અલગ ગામો માં જઈ ને બાળકો ના શિક્ષણ માટે પુસ્તકો નોટ બુક અને અન્ય શિક્ષણ કીટ વિતરણ કર્યું
જે બાળકો કોઈ દિવસ શાળા તરફ નહોતા જતા એને સરકારી સ્કુલ તરફ વાળવા માટે સમજ આપી અને લગભગ ૧૨૫ જેટલા બાળકો ને શાળા એ શિક્ષણ માટે મૂક્યા છે સરકાર તરફ થી પુસ્તક તો મળ્યાં જ પણ ઉપર થી ભણવા માટે જરૂરી સામગ્રી જેવી કે સ્કુલ બેગ ,પરીક્ષા પેડ,લંચ બોક્સ,વોટર બોટલ જેવી સહ અભ્યાસીક સામગ્રી જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી તેમજ સમાજ ના અન્ય સેવાભાવી દાતાઓ ના સહયોગ થકી શૈક્ષણિક કીટ આપી હતી.શૈક્ષણીક સામગ્રી મળતા ની સાથે જ દરેક બાળકો ના મોઢા પર એક નિર્દોષ સ્મિત ઢળી પડ્યું હતું.
આ યુવાનો એ અલગ અલગ સમાજ ના શ્રેષ્ઠીઓ તરફ થી દાન એકઠું કરી ને બાળકો માટે નું મહામુલ્યું કાર્ય કરવા નો વિદ્યા રૂપી ભગીરથ સેવા યજ્ઞ નો પ્રારંભ કર્યો છે.
આ સમગ્ર કાર્ય ને સફળ બનાવવા માટે સંસ્થા ના પ્રમુખ દેવરાજ રાઠોડ ઉપ પ્રમુખ લાલભા પરમાર મંત્રી હર્ષદ સોલંકી દિલીપ રાઠોડ અજય રાઠોડ દ્વારા જહેમત ઉઠાવી હતી.


