Gujarat

અનુભવી અને ઠરેલ નેતાઓ સિવાય કોંગ્રેસને કોણ દોડતી કરી શકે તેમ છે…..?

દેશમાં જૂનામાં જૂનો પક્ષ એટલે કોંગ્રેસ પક્ષ કે જે દેશમાં સત્તા સ્થાને બિરાજમાન થયા પછી સરકારી એક પણ પૈસો લીધા સિવાય પગાર કે ખર્ચ લીધા સિવાય તેના ચૂંટાયેલ નેતાઓ ગ્રામ પંચાયતથી લઇને લોકસભા, રાજ્યસભામા નિસ્વાર્થ પણે સેવા આપતા હતા. અંગ્રેજાેએ ભારત છોડ્યું ત્યારે ભારતમાં દરેક ગામડા શહેર રાજ્યોને જાેડતા રોડ- રસ્તા ન હતા કે ન તો દેશના વિકાસ માટેના જાહેર સાહસો કે અન્ય સુવિધાઓ હતી અને જે તે સમયના કોંગ્રેસ નેતાઓએ માત્ર ને માત્ર દેશના વિકાસ માટેના કાર્યો તરફ ધ્યાન આપી સમગ્ર દેશના ગ્રામ્ય, જિલ્લા,નાના- મોટા શહેરો અને રાજ્યોને રોડ- રસ્તાથી જાેડી દીધા તે સાથે આમ પ્રજાના નાણાનો ઉપયોગ રોજગારી આપતા જાહેર સાહસો ઉભા કરવામાં કર્યો… પરિણામે દેશમાં અનેક સુવિધા અને ચીજ-વસ્તુઓ મળવા લાગી છે કારણે વિદેશી વસ્તુઓ પર આધાર રાખવો ન પડે. લોકોના સ્વાસ્થ્ય માટે સરકારી હોસ્પિટલો, દવાખાના વગેરે ગ્રામ્ય સ્તર સુધીની સુવિધાઓ ઊભી કરી. તેમજ કોઈપણ શિક્ષણથી વંચિત ન રહે તે માટે ગ્રામ્યસ્તરથી લઇ નાના-મોટા શહેરોમાં સરકારી શાળાઓ, કોલેજાે વગેરે નિર્મિત કરી અને આમ પ્રજાને તેનો લાભ મળ્યો… તેમ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને રાજકીય પંડિતોનું કહેવું છે તેઓની ચર્ચા અનુસાર આજે દેશભરમાં ચૂંટાયેલા કોઇપણ પક્ષના નેતાને તગડા પગાર ભથ્થા સહિત સરકારી ખર્ચે તમામ સુવિધા-સગવડો મળી રહી છે. જ્યારે કે અગાઉની જેમ આજના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ પ્રજા વચ્ચે રહેતા નથી કે જતા નથી કોઈ કોઈ અપવાદ હોઈ શકે…. પરિણામે પ્રજા અને પક્ષો વચ્ચે એક મોટી તિરાડ પડી જવા પામી છે, અને મોટા ભાગની પ્રજા પક્ષ અને નેતાઓને નફરત કરવા લાગી છે….! પરંતુ પક્ષના મોવડીઓ આ માટે વિચારતા નથી કે આવું કેમ…..? પ્રજા પોતાના પક્ષથી દૂર કેમ ભાગે છે…. કે પક્ષ કેમ છોડી રહ્યા છે….? જાે કે બે ચાર પક્ષના વડા પોતાના પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓને આમ પ્રજા વચ્ચે જવાનુ કહે છે કે કોઈ કાર્યક્રમને બહાને પ્રજાની વચ્ચે જવાનું ગોઠવે છે પરંતુ આ બધું થોડા દિવસ ચાલે છે પછી….પાછા હતા ત્યાંના ત્યાં…. જ્યારે હવે દેશના તમામ રાજકીય પક્ષોને વિચારવાનો સમય આવી ગયો છે કે લોકો પોતાના પક્ષથી દૂર શા કારણ ભાગે છે…..? ચૂંટાયેલા નાના-મોટા નેતાઓને પ્રજા વચ્ચે રહે, પ્રજાનો સંપર્ક જાળવી રાખે તે માટેનું કાયમી આયોજન ગોઠવે જેથી આમપ્રજા તેમના પર વિશ્વાસ મૂકે અને નફરત ના કરે….!
કોંગ્રેસ પક્ષના વરિષષ્ઠો તેમજ ધૂરંધર વિવિધ નેતાઓના વિવિધ નિવેદનો અનુસાર તથા રાજકીય પંડિતોમાં ચાલતી ચર્ચા અનુસાર અત્યારે દેશમાં કોંગ્રેસની સ્થિતિ બગડતી જઈ રહી છે તેના કારણો શું… કોંગ્રેસને પોતાના જ ફટકા મારી રહ્યા છે પરિણામે પ્રજા નફરત કરવા લાગી છે…તેના કારણો શું તે બાબત કોંગ્રેસ મોવડીઓ વિચારતા નથી….! કોંગ્રેસના ધુરંધર ગણાતા ૨૩ નેતાઓને સાઇન લાઈન કરી દીધા બાદ કોંગ્રેસની વર્ષો જૂની ઈમારત ખંડેર બનવા જવા તરફ જઈ રહી છે અને કાર્યકરો જે-તે રાજ્યોના નેતાઓની નીતિ-રિતીથી કંટાળી પક્ષ છોડી ગયા તો ચૂંટાયેલા કેટલાક જન પ્રતીનિધિઓ પોતાના સ્વાર્થને કારણે તથા કેટલાક નેતાઓ પોતાના ભવિષ્યને લઈને પક્ષ છોડી અન્ય પક્ષમાં જતા રહ્યા છે. કોંગ્રેસમાં અત્યારે રાષ્ટ્રીય પ્રમુખ પદે કોઇ ચૂંટાયેલા પ્રમુખ નથી અને પદ વગરના નેતાઓ એવા ર્નિણયો કરવા લાગ્યા છે કે પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાં કોંગ્રેસમાં ભડકો થયો છે… જે ભડકાને ઠારવા વાળા કોઈ ઠરેલ સમજદાર નેતાઓ નથી….! જ્યારે કે સાઇડલાઇન કરેલા નેતાગણની કોઈ સલાહ લેવામાં આવતી નથી અને તેમાં અહમ ટકરાયો હોઈ શકે….! પરંતુ વર્કિંગ કમિટીની મીટિંગ થતી નથી કે કરવા દેવાતી નથી અને કોઈને પૂછ્યા વગર ર્નિણય લેવાઈ જાય છે્‌….! ર્નિણયો લેતા પહેલા તેના પરિણામ કેવા આવશે તે વિચારતા નથી…. પરિણામે જે ર્નિણયો લેવાયા તેમાં કોંગ્રેસની હાલત “સાપે છછૂંદર ગળ્યા જેવી થઇ છે”. કોંગ્રેસને બેઠી કરવા- દોડતી કરવા પરિવારનુ મહત્વ ભૂલીને વર્કિંગ કમિટીએ ર્નિણય કરવાનો સમય પાકી ગયો છે, તો સાઇડ લાઇન કરેલા ધૂરંધર નેતાઓ સહિત તમામ જૂના કોંગ્રેસી જનોને માનભેર આવકારવાની જરૂર છે અને તેઓની સલાહ લેવી પણ જરૂરી છે. તો જ કોંગ્રેસ બેઠી થવા સાથે પુનઃ દોડતી થઈ શકે છે. બાકી ઊંડું રાજકીય જ્ઞાન ન હોય તેવા નેતા ન ચાલે તે સમજવાની કોંગ્રેસના નેતાઓને માટે અતિ જરૂરી છે…..!! ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *