ઊના પાતાપર ગામમાં આવેલ પ્રા.શાળામાં મોટી સંખ્યામાં છાત્રો અભ્યાસ અર્થે આવતા હોય છે. પરંતુ આ શાળાની બાજુમાંજ પીજીવીસીએલની ઇલેવન વિજલાઇન પસાર થતી હોવાથી અવાર નવાર વિજવાયરમાં સ્પાર્ક થતુ હોય જેના કારણે શાળામાં અભ્યાસ કરતા છાત્રોમાં તેમજ બાજુમાં રહેતા લોકોમાં ભય સતાવી રહ્યો હોય અને શાળાની બાજુમાં રહેણાક વિસ્તાર હોય તથા મોટા વૃક્ષ ઉપરથી વિજવાયર પસાર વારંવાર ભડાકા થતા અકસ્માતનો પણ ભય રહેતો હોય છે. આથી આ ઇલેવન વિજલાઇન શાળાથી દૂર ખસેડવામાં આવે તેવી અવાર નવાર રજુઆતો કરવા છતાં આજ સુધી પીજીવીસીએલ દ્વારા દૂર કરવામાં આવેલ નથી. ત્યારે બાળકોના અભ્યાસને ધ્યાને રાખી પીજીવીસીએલ દ્વારા વિજ લાઇન દૂર કરવામાં આવે તેવી શાળાના આચાર્ય, ગ્રામ પંચાયત તેમજ આજુબાજુમાં રહેતા લોકો દ્વારા વર્ષ ૨૦૧૮ થી અવાર નવાર પીજીવીસીલના અધિકારીઓને લેખિત રજુઆત કરતા આવેલ છે. તેમ છતા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ચોમાસાની સીજનમાં અવાર નવાર વિજવાયરો તુટી પડતા હોય તેમજ વિજ શોર્ટસક્રિટ થતાં છાત્રોમાં ભય રહે છે. તેમ છતાં પીજીવીસીએલના પેટનુ પાણીય હલતુ નથી. ત્યારે આ બાબતે ગંભીરતા લઇ ઇલેવન લાઇન દૂર કરવા માંગણી કરેલ હતી..


