ઊના ગીરગઢડા તાલુકામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ધારાસભ્ય પુંજાભાઇ વંશની ગ્રાન્ટ માંથી ૬ એમ્બ્યુલન્સ ફાળવાય હતી. અને તમામ પ્રા. આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવેલ હતું. જેમાં સામતેર, ગરાળ, ધોકડવા, ભાચા, ફુલકા, ફાટસર ની પ્રા.આરોગ્ય કેન્દ્રને અર્પણ કરી હતી. અને એમ્બ્યુલન્સને પ્રજાહિત માટે ખુલ્લી મૂકવામાં આવેલ હતી. અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઇમરજન્સી સેવા મળી રહેશે. અને ગ્રામ્ય વિસ્તાર માંથી ઉના તેમજ બહાર સારવાર માટે ઉપયોગી બનશે. આ તકે સામતેર આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગામના લોકો, આગેવાનો, કાર્યકરો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સારા કાર્ય માટે પુંજાભાઈ વંશને બિરદાવેલ હતા. આ દરમિયાન ગરાળ ગામના ગર્ભવતી મહીલાને પ્રા.આરોગ્ય કેન્દ્ર સામતેર થી ગરાળ મૂકવા જવાના હોવાથી મહીલાનાજ હાથે એમ્બ્યુલન્સનું શુભ મુહૂર્ત કરાયુ હતું અને ત્યાર બાદ મહીલાને આ એમ્બ્યુલન્સ દ્વારા મૂકવા ગયેલ હતી. આમ ધારાસભ્યની ગ્રાન્ટ માંથી તાલુકા ૬ ગામની પ્રા.આરોગ્ય કેન્દ્રને ૬ એમ્બ્યુલન્સ ફાળવી હતી.
