શિકારની પાછળ દોટ મુકતા ગીધ સાથે દીપડો પડ્યો.
ગીરગઢડાના ઝાંઝરીયા ગામની સીમ વાડી વિસ્તારમાં બપોરના સમયે દિપડો આવી ચડતા અને શિકારની પાછળ દોટ મુકતા શિકાર સાથે દીપડો ૮૦ ફુટ ઉંડા કુવામાં ખાબક્તા વનવિભાગ દ્રારા દીપડો તેમજ ગીધનું સલામત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢી જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડાયેલ છે. જાંજરીયા ગામની સીમ વાડી માલીક રામભાઇ સામતભાઇ વાળા આવેલ તેમાં સોમવારના રોજ દિવસ દરમ્યાન બપોરના સમયે આસપાસ દીપડો અચાનક શિકારની શોધમાં આવી ચડ્યો હતો. અને શિકારની શોધમાં આ દીપડો ગીધ (વણીયાર) ની પાછળ દોટ મુકી હતી. અને અચાનક વાડીમાં આવેલ ૮૦ ફુંટ ઉંડા કુવામાં ગીધ સાથે દીપડો કુવામાં ખાબકી ગયેલ અને રાત્રીના દશ વાગ્યાની આસપાસ કુવાના પાણીમાં તડફડતા મારતો અવાજ આવતા વાડી માલીકે કુવામાં જોતા દીપડો અને ગીધ નજરે પડતા અચંબામાં પડી ગયેલા અને આ અંગેની વનવિભાગને જાણ કરતા વનવિભાગની રેસ્ક્યુ ટીમ સહીત પાંજરા દોરડા સાથે તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયેલ હતી. અને બે કલાકની જહેમત બાદ દીપડાને ૮૦ ફુટ ઉંડા કુવામાંથી સહી સલામત રીતે દીપડો તેમજ ગીધને બહાર કાઢી જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ. દીપડાનું મહાસીબતે રેસક્યુ કરતા વનવિભાગે અને વાડી માલીકે રાહતનો શ્વાસ લીધો હતો.
બોક્ષ્ – ઉમેજ પાતાપર સીમમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો..
ઊનાના ઉમેજ અને પાતાપુર ગામની સીમમાં આવેલ વેણ વિસ્તારમાં સિંહણનો મૃતદેહ પડ્યો હોવાની જાણ આ વિસ્તારના લોકોએ વનવિભાગને કરતા જશાધાર રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયેલ અને સિંહણના મૃતદેહને જશાધાર એનિમલ કેર ખાતે પીએમ માટે ખસેડાયેલ છે. જોકે સિહણનું મોત બિમારી સબબ થયેલ હોવાનું જાણવા મળેલ પીએમ થયા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે.


