ઊના – ઊના ભાવનગર હાઇવે રોડ પર આવેલ વ્યાજપુર ગામ નજીક પેટ્રોલ પંપ સામે એસટીબસના ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક પર સવાર બે યુવાનોને ઇજા થતા આનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ છે. આ બાબતે બાઇક ચાલકે એસટીબસના ચાલક વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવેલ હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ યુવરાજસિંહ ભનુભાઇ દુદાવાળા, આતુભાઇ જોધુભાઇ દુદાવાળા તેમજ હરપાલસિંહ હામાભાઇ દુદાવાળા રહે.ઉમેજ થી બાઇક નં.જીજે.૩૨ બીઇ ૫૩૨૩ પર ત્રણેય ત્રિપલ બાઇક સવારી પર વાવરડા ગામે આવેલી પોતાની વાડીએ જતા હોય એ દરમ્યાન ઊના ભાવનગર હાઇવે પર આવેલ વ્યાજપુર ગામ નજીક સામેથી આવતી ઉના-રાજુલા રૂટની એસટીબસ નં.જીજે ૧૮ ઝેડ ૪૩૬૩ ઝડપે ચલાવી બાઇકને હડફેટે લેતા બાઇક સવારીમાં યુવરાજસિંહ તેમજ હરપાલસિંહ બન્નેને માથામાં કપાળ, ખંભા તેમજ પગમાં ઇજા થતા ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડાયેલ છે. આ અકસ્માતમાં એસટીબસના આગળા પૈસામાં નીચે બાઇક આવી જતાં બાઇકનો બુકડો બોલી ગયેલ હતો. આ અંગેની એસટીબસના ચાલક વિરૂધ્ધ યુવરાજસિંહ દુદાવાળાએ પોલીસમાં ફરીયાદ નોધાવેલ છે.


