Gujarat

એક મહિલાને ૪ મહિલા સહિત ૯ શખ્સોએ જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી આપતા પોલીસમાં ફરીયાદ

જેતપુર
જેતપુરમાં વણકરવાસમાં રહેતી મહિલાને ૪ મહિલા સહિત ૯ શખ્સોએ જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી આપતા પોલીસમાં ફરીયાદ થઈ છે. જેતપુર વણકરવાસમાં રહેતા ચિરાગ હરસુખભાઈ સારીયાએ રેખાબેન ઉર્ફે ઢફુ લલિતભાઈ વેગડા, નાથીબેન લલિતભાઈ વેગડા, કાજલબેન વિઠ્ઠલભાઈ ચાવડા, રવિ કેશાભાઈ દેગડા, શેહઝાદ રફીકભાઈ છુટાણી, અનિકેત બાવીસા, શાહરૂખ પીંજારા, આશીયાનાબેન તથા જયદીપ મેણીયા સામે જેતપુર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમા જણાવ્યા મુજબ ઉકત આરોપીઓએ વારાફરતી પોતાના વાહનોમાં ફરીયાદીના ઘરના દરવાજે આવી ફરીયાદીની માતાને જાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો કહી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ રવિ, શાહરૂખ અને જયદીપે છરી, ધોકા અને પાઈપ જેવા હથીયારો ધારણ કરી ઘરે ઉકત આરોપીઓ સાથે આવી મદદગારી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *