Gujarat

જૂનાગઢમાં મીટરગેજ રેલ્વે લાઈન શરૂ કરવાની વિસાવદર ધારાસભ્ય, લોકો ની માંગ

વિસાવદ
વિસાવદરમાં જૂનાગઢ મીટર ગેજ રેલ્વે લાઈન શરૂ કરવાની માંગ સાથે કોરોનાનાં ઓઠા તળે બંધ કરાયેલ ત્રણેય મીટરગેજ ટ્રેનો ત્વરિત શરૂ કરવાની માંગ સાથે ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ દિલીપભાઇ કાનાબાર, શહેર ભાજપ પ્રમુખ લલિતભાઇ ભટ્ટ, પેસેન્જર એસોસીએશનનાં પ્રમુખ ઇલ્યાસભાઇ ભારમલ, વિશ્વ હિંદુ પરિષદનાં જે.પી.છતાણી, ભાજપનાં શહેર અગ્રણી હિંમતભાઇ નાનજીભાઈ દવે આગામી તા.૧ ડીસેમ્બરથી વિસાવદર રેલ્વે સ્ટેશન સામે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનનાં મંડાણ કરનાર છે. ત્યારે જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાને સ્પર્શતા આ પ્રાણપ્રશ્નના ઉકેલ માટેનાં ‘લોકઆંદોલન’ને વિસાવદર-ભેસાણ વિસ્તારનાં ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા, બાર એસોસીએશનનાં પ્રમુખ નયનભાઇ જાેશી, શહેર કોંગ્રેસ સમિતિ, ટીમ ગબ્બરની ગીર સોમનાથ, અમરેલી,ઉના, વિસાવદર યુનિટ, ધારી બજરંગ ગૃપ,ધારી ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાએ ટેકો જાહેર કર્યો છે

TRAIN.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *