Gujarat

કેશોદમાં હડકવાગ્રસ્ત શ્વાને ૧૨ લોકોને બચકાં ભર્યા

કેશોદ
કેશોદના ગંગનાથપરામાં શ્વાનને હડકવા ઉપડતાં ૧૨ લોકોને બચકાં ભર્યા હતા. પણ સીએચસીમાં હડકવાની રસી ન હોઇ તમામને જૂનાગઢ ખસેડાયા હતા. કેશોદમાં હડકવાગ્રસ્ત શ્વાને ૨ વર્ષના બાળક સહિત ૧૨ ઇજા કરતાં તમામને સીએચસીમાં ખસેડાયા હતા. જ્યાં હડકવા વિરોધી રસી ન હોવાથી પ્રાથમીક સારવાર આપી જૂનાગઢ રીફર કરાયા હતા.
આ ઘટનામાં ૨ વર્ષના બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બાળકને બચાવવા જતાં લોકો પણ શ્વાનનો ભોગ બન્યા હતા. તંત્રની બેદરકારી સામે સ્થાનીક લોકોએ એકઠાં થઇ શ્વાનને તાત્કાલીક પકડવા માંગ કરી હતી. ઘટનાસ્થળ નજીકની સોસાયટીમાં ડરનો માહોલ જાેવા મળ્યો હતો. લોકો લાકડી લઇને ફરતાં નજરે ચઢ્યા હતા. કેશોદમાં શ્વાન દ્વારા અગાઉ પણ અનેક લોકોને કરડવાની ફરિયાદો ઉઠી છે. પણ કોઇજ કાર્યવાહી નથી થઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *