Gujarat

ગણતરીના કલાકોમાં ચોરીના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી ઘરફોડ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરતી વેરાવળ સીટી પોલીસ:અહેવાલ  સોની યોગેશ ભાઈ સતીકુંવર 

 *વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ*
   💫ગઇકાલ તા.૧૨/૧૨/૨૧ ના રોજ વેરાવળ સીટી પો.સ્ટે. *ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૧૦૮૧૩/૨૧ આઇ.પી.સી. ક. ૩૮૦, ૪૫૪, ૪૫૭* મુજબનો ગુન્હો જાહેર થયેલ અને સદરહું ગુન્હાના *ફરિયાદી શ્રી વિમલભાઇ અમૃતલાલ મણીયાર રહે.વેરાવળ, કલ્યાણ સોસાયટી* વાળાએ ફરિયાદમાં જાહેર કરેલ કે, પોતે ગઇ કાલે પોતાના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં બહાર ગયેલ ત્યારે તા.૧૧/૧૨/૨૦૨૧ ના ૦૭/૦૦ થી ક-૨૨/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે પોતાના મકાનનુ તાળુ તોડી મકાનમાંથી *એક સોનાની વીંટી આશરે વજન એક તોલુ આશરે કી.રૂા.૪૦,૦૦૦/- તથા રોકડા રૂા.૭૦૦/- મળી કુલ કી.રૂા.૪૦,૭૦૦/-* ના માલમતાની ચોરી કરી લઇ ગયેલની ફરિયાદ લખાવતા જે બાબતે ઉપરોકત નંબરથી ગુન્હો રજી. કરવામાં આવેલ
                      💫જે અનુસંધાને જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનીન્દર પવાર સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તથા ઇન્ચા. નાયબ પોલીસ અધિક્ષક શ્રી જી.બી.બાંભણીયા સાહેબ વેરાવળ વિભાગ, વેરાવળ નાઓ તરફથી જીલ્લામાં બનતા આવા ઘરફોડ/ચોરી/લુંટના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા જરૂરી સુચના મળેલ હોય
💫જે અનુસંધાને ઉપરોકત ગુન્હો શોધી કાઢવા સારૂ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.ડી.પરમાર* એ *પો.સબ.ઇન્સ શ્રી એચ.બી.મુસાર તથા પો.સબ.ઇન્સ શ્રી આર.એચ.સુવા* તથા જરૂરી પો.સ્ટાફની ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા તજવીજ હાથ ધરેલ અને હ્યુમન સર્વેલન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ દ્રારા બનાવ તથા આરોપી બાબતે માહીતી મેળવી જે માહીતી આધારે તા.૧૨/૧૨/૨૧ ના રોજ વેરાવળ પો.સ્ટે.ના *એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા ગીરીશભાઇ મુળાભાઇ તથા પો. હેડ કોન્સ. નટુભા ભાભલુભા તથા સુનિલભાઇ માંડણભાઇ તથા મયુરભાઇ મેપાભાઇ તથા અરજણભાઇ મેસુરભાઇ તથા લખમણભાઇ માલાભાઇ તથા પો. કોન્સ. પ્રદિપસિંહ વાલાભાઇ તથા કમલેશભાઇ અરજણભાઇ તથા અશોકભાઇ હમીરભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ તથા હર્ષદભાઇ જેશીંગભાઇ* નાઓએ પેટ્રોલીંગ દરમ્યાન *એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પો.હેડ કોન્સ. મયુરભાઈ મેપાભાઈ ની સયુંકત બાતમી હકીકત આધારે વેરાવળ ખાતેથી *આરોપી મનોજ સ/ઓ ચીમનભાઇ ડાભી રહે.વેરાવળ વાળાને વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૧૦૮૧૩/૨૧ આઇ.પી.સી. ક. ૩૮૦, ૪૫૪, ૪૫૭* મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ *સોનાની વીંટી કિં.રૂા.૪૦,૦૦૦/- તથા રોકડ રૂા.૭૦૦/- સાથે* પકડી પાડી ઘરફોડ ચોરી વણશોધાયેલ ગુન્હો ગણતરીના કલાકોમાં ડીટેક્ટ કરવામાં આવેલ છે.

IMG-20211213-WA0136.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *