Gujarat

ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૧ સરઘસ કાઢવા કે સભા ભરવાની મંજૂરી માટે સંબંધિત મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને અધિકૃત કરાયા

જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૧ દરમિયાન ઉમેદવારો તરફથી સભાઓ યોજવા અને સરઘસો કાઢવાની પરવાનગીઓ ઉતાવળે માંગવામાં આવે તે સમયે પોલીસ અધિકારીઓ કોઈ ગુનાની તપાસમાં રોકાયેલા હોય, અગર કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં રોકાયેલા હોયતેવા સમયે ઉમેદવારોને પરવાનગી મેળવવામાં સુગમતા રહે તેમજ આચારસંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગર ડો.સૌરભ પારઘી દ્વારા ચૂંટણીના હેતુ તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુ માટે માંગવામાં આવતી પરવાનગીના સંદર્ભમાં સભાઓ યોજવા અને સરઘસો કાઢવાની પરવાનગી આપવાના અધિકારો ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી સંબંધિત મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી દ્વારા પરવાનગી અંગેની પ્રક્રિયા કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.

ચૂંટણીલક્ષી અપાયેલ પરવાનગીની નકલ જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરીનેચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારી તથા સંબંધિત પોલીસ સ્ટેશનને તુરંત મોકલવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *