વાહનો થી અને લોકોથી અને સ્કુલના બાળકોથી ધમધમ તો ગીબરોડ ઉપર વચ્ચે મસમોટો પથ્થર કોઈ નો જીવ લે તો જવાબદાર કોન
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એક સાંધો ત્યા તેર તુટે તેવી પરીસ્થીતી નું નિર્માણ થયુ છે.રાણપુર શહેર નો ગીબરોડ મુખ્ય રસ્તો છે.દરોજ આ રોડ ઉપરથી હજારો લોકો તથા વાહનો અને સ્કુલના બાળકો પસાર થાય છે.ગીબરોડ ઉપર અંડર ગ્રાઉન્ડ ગટર છે જેની અમુક અમુક અંતરે ૪ થી ૫ કુંડીઓ આવેલી છે અને આ કુંડીના ઢાંકણા છાશવારે તુટી જાય છે અને નાના-મોટા અકસ્માત સર્જાય છે ત્યારે ગીબરોડ ઉપર જન્મભૂમિ હાઈસ્કુલ પાસે છેલ્લા કેટલાક સમયથી અંડર ગ્રાઉન્ડ ગટરની કુંડી નું ઢાંકણુ તુટી ગયુ છે.નબળી ગુણવત્તાવાળુ ઢાંકણુ વારંવાર નાખવામાં આવે છે અને તે તુટી જાય છે.ત્યારે આ સ્થીતી થી કંટાળી તંત્ર એ ખુલ્લી કુંડી ઉપર મસમોટો મોત નો પથ્થર મુકી દેતા ચકચાર મચી ગયેલ છે.પથ્થર એટલો મોટો છે કે જો કોઈ અકસ્માત સર્જાય તો લોકો ને જીવ ગુમાવવાનો વારે આવે તેવી સ્થિતી છે.આ રોડ ઉપર થી રાણપુરના અનેક અધિકારીઓ,તંત્ર ના કર્મચારીઓ તથા રાણપુરના કહેવાતા નેતા ઓ નિકળે છે અને આ રોડ ઉપર ૩ થી ૪ સ્કુલ અને બેન્ક આવેલી છે અને રાણપુર શહેરનો મુખ્ય રસ્તો છે આ રોડ ઉપરથી દરોજ હજારો વાહનો અને લોકો પસાર થાય છે અને રસ્તા વચ્ચે જ તંત્ર એ મોટો પથ્થર મુકી મોટા અકસ્માત ને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યા છે.જો આ પથ્થર સાથે બાઈક ચાલક અથવા કોઈપણ રાહદારી નો અકસ્માત થાય અને જીવ ગુમાવે તો જવાબદારી કોની.અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ ઉપર રાત્રે સ્ટ્રીટ પણ ન હોવાથી ઘનઘોર અંધારૂ હોય છે અને લોકોને અકસ્માત થવાનો ડર લાગી રહ્યો છે.તો તંત્ર તાત્કાલિક આ મોત નો પથ્થર હટાવી અંડર ગ્રાઉન્ડ ગટર નું સારી ગુણવત્તાવાળુ ઢાંકણુ મુકવામાં આવે તે જરૂરી છે….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

