જામ ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામની વાડી વિસ્તારમાં માથાકૂટ નો બનાવ બન્યો હતો.જુની અદાવતમાં બે શખ્સો દ્વારા કરસનભાઈ શગા ભાઈઆંબલિયા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં માથાકૂટમાં કરસનભાઈ શગાભાઈ આબંલીયા નામના વ્યક્તિ ને ગભીર ઈજાઓ થતાં જેઓને સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા . જેમા સારવાર દરમિયાન કરસનભાઈ શગાભાઈ આબંલીયા નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેમાં DYSP સાહેબઅને જામખંભાળીયાના PI સાહેબ ઘટના સ્થળે પહોંચી સ્થળ તપાસ શરૂ કરી હતી અને પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા જુદી જુદી ટીમો બનાવી શોધ કરવામાં આવી રહી છે
અહેવાલ: વજસી વરવારીયા મોટા આસોટા


