Gujarat

ધોરાજીના વેગડી નજીક બાઈક સ્લીપ થતા જેતપુરના પાંચપીપીળાં ગામના પિતા પુત્રીને નડયો અકસ્માત:પિતાની નજર સામે પુત્રીનું મોત.

ફઇની દિકરીની સગાઇમાંથી પરત આવત વખતે બન્યો બનાવ પિતાનો અકસ્માતમાં બચાવ પુત્રીએ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો
ધોરાજીના વેગડી અને અમરકોટ વચ્ચે આઠ દિવસ પહેલા બાઇક સ્લીપ થઇ જતાં જેતપુરના પાંચપીપળીયાના ખાંટ પિતા-પુત્રી ફંગોળાઇ ગયા હતાં.જેમાં ગંભીર ઇજા પામનાર બાવીસ વર્ષની દિકરીનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
બનાવ વીગતો મુજબ પાંચપીપીળા ગામે રહેતાં ભગવાનજીભાઇ ચૌહાણ (ખાંટ) અને પુત્રી મનિષાબેન ચૌહાણ (ઉં.૨૨) ગત ૧૪મીએ ધોરાજીના
 વેગડી ગામે રહેતા સબંધીની પુત્રી રસીલાબેનની સગાઈ હોય ત્યાં ગયા હતા.સગાઈ પ્રસંગ પૂરો કરી બાઇક લઇ પિતા પુત્રી ઘરે પરત ફરતા હતા  ત્યારે વેગડી અમરકોટ વચ્ચે બાઇક સ્લીપ થઇ જતાં પિતા-પુત્રી બંને ફંગોળાઇ ગયા હતાં. જેમાંપિતાનો ચમત્કારીક બચાવ થયો હતો.જ્યારે દિકરી મનિષાને ગંભીર ઇજા થતાં માણાવદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.હોસ્પિટલ ચોકીના આર.બી. ગીડાએ કાગળો કર્યા હતાં.મૃત્યુ પામનાર મનીષાબહેન છ બહેન એક ભાઈમાં વચેટ હતી.પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.યુવતીના મોતથી પરિવારમાં શોક છવાયો છે.
Attachments area

IMG-20211222-WA0085.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *