Gujarat

ધ્રાંગધ્રા પંથકનાં ખેડૂતોની ચિંતા સાથે વ્હારે આવતા આઈ.કે.જાડેજા. 

(વરજપર માઇનોર કેનાલ-2 ની સફાઈ માટે નહેર નિયામક ને રજુઆત)
ધ્રાંગધ્રા :
ખેતી પ્રધાન ભારતનું ખેતી પ્રધાન ક્ષેત્ર એટલે સૌરાષ્ટ્રનો ઝાલાવાડ પંથક. રાજ્ય સરકારે નર્મદા ને રાજ્યના એક એક ખૂણે પહોંચાડી છે તયારે ખેડૂતો ને કેનાલના પાણીનો ભરપૂર ફાયદો પણ મળતો હોય છે. પાકની સારી આવક એ ખેડૂતો સાથે સમગ્ર રાજ્યની સુખાકારીમાં મહત્વનો ભાગ ભજવતી હોય છે.
ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા થોડા સમયથી નર્મદા કેનાલના જુદા જુદા વિભાગોની કામગીરી સામે પ્રશ્નો ઉભા થતાં રહ્યા છે. ક્યાંક માઇનોર કેનાલ ને અધૂરી છોડી દેવાઈ છે તો ક્યાંક ભરપૂર ભ્રષ્ટ્રાચાર ની રાવ ખેડૂતો તરફથી થાતી આવી છે. ઘણી જગ્યાએ તો પેટા કેનાલ અને માઇનોર કેનાલ નાં પૂર્ણ કામ વગર પાઇપ લાઈનો પણ નાખી દેવાઈ છે જે સાવ બિનઉપયોગી અને રાજ્ય સરકારના પૈસા નો બેફામ બગાડ કરતી કાર્યશૈલી તરફ ઈશારો કરી જાય છે. સમગ્ર ધ્રાંગધ્રા પંથક સાથે સુરેન્દ્રનગર જિલ્લા અને રાજ્ય માં મહત્વની કામગીરીઓ સાથે મહત્વના કાર્યોમાં જવાબદારી સંભાળતા સ્વર્ણિમ ગુજરાતનાં અધ્યક્ષ આઈ.કે.જાડેજા વિસ્તારના ખેડૂતોની ચિંતામાં હંમેશા અગ્રેસર અને કાર્યશીલ રહ્યા છે તયારે ફરી એક વખત ખેડૂતોની આઈ.કે.જાડેજા ને ધ્યાન દોરવણી બાદ તેઓ એ રાજ્ય કક્ષાના મંત્રી જીતેન્દ્ર ચૌધરી અને નહેર નિયામક ને રજુઆત કરી હતી. જેમાં વરજપર થી કલ્પના ચોકડી સુધીની માઇનોર કેનાલ માં હાલ ગંદકી વધુ છે સાથે જાળીઓ અને અન્ય સાફ સફાઈ હાથે ધરાઈ નથી જેમાં સત્વરે ઉચિત વ્યવસ્થા કરાવવા બાબતની રજુઆત કરવામાં આવી હતી. જો કે રજુઆત બાદ તત્કાલ નર્મદા વિભાગ હરકત માં આવતા વિસ્તારના ખેડૂતો માં રાહત સાથે ખુશી દેખાઈ હતી.
હિતેશ રાજપરા મારફત.

1636637137431.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *