Gujarat

નીતિ આયોગના રિપોર્ટ મુજબ ગુજરાતમાં હજી પણ ૧૮ ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે છ

અમદાવાદ
નીતિ આોગના રિપોર્ટ અનુસાર ભારતનું સૌથી ગરીબ રાજ્ય બિહાર છે. જ્યારે તેના પછી ઝારખંડ આવે છે. બિહારમાં કુલ ૫૧.૨૯ ટકા લોકો ગરીબ છે કે એટલે કે બિહારની અડધા કરતા પણ વધારે વસ્તી ગીરીબી રેખા નીચે જીવી રહી છે. જ્યારે ઝારખંડમાં ૪૧.૨૬ ટકા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે ગુજરાતમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને જમ્મુ કાશ્મીર કરતા પણ વધારે ગીરીબીનું પ્રમાણ છે. જેમા ડાંગ, દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં સૌથી વધુ ગીરીબી છે. જાેકે ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ગરીબીનું પ્રમાણ સૌથી ઓછું છે. ગુજરાતમાં ૨.૧૧ કરોડો લોકોને ત્યા તો રસોઈ માટે ઈંધણ કે લાકડા પણ નથી સાથે જ સાંભળીને આપને નવાઈ લાગશે કે ગુજરાતના ૧.૫૬ કરોડ લોકો પાસે શૌચાલય પણ નથી. ઉપરાંત ૩૨.૬૦ લાખ લોકોને પીવાના પાણી માટે પણ રઝળવું પડે છે. ૨.૪૯ કરોડ પરિવાર એવા છે જેમને પોષણક્ષમ ખોરાક નથી મળતો છેલ્લા ૫ વર્ષની જાે વાત કરવામાં આવે તો ૨.૨૧ ટકા લોકો એવા હતા જેમના મૃત્યુ ૧૮ વર્ષથી ઓછી ઉંમરે થયા હતા. ઉપરાંત ૩૧.૩૯ લાખ લોકો એવા છે એક વાર પણ શાળાએ પણ નથી ગયા

Poverty-line.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *