પાટણ
પાટણમાં રહેતી એક પરિણીતાએ પતિ પાસેથી અગાઉ રકમ મેળવવા ભરણપોષણની અરજી દાખલ કરતાં કોર્ટે દર મહિને પતિને રૂ. ૫ હજારનું ભરણપોષણ ચૂકવવાનો હુકમ કર્યો હતો. પરંતુ પતિ પત્નિને ૨૯ મહિનાથી ભરણપોષણ ચૂકવતો ન હોવાથી તે મેળવવા માટે પત્નીએ પોતાનાં વકીલ પહાડસિંહ એ. રાણા અને દિગ્વિજયસિંહ રાણા મારફતે પાટણની ફેમિલીકોર્ટમાં અરજી કરી કરી હતી. તેણીએ તા. ૨૦ જૂન, ૨૦૧૯થી તા. ૧૯ નવેમ્બર, ૨૦૨૧ સુધીના ૨૯ માસની રૂ. ૫ હજાર પ્રતિમાસ લેખે કુલ રૂ. ૧ લાખ ૪૫ હજારની રકમ આપતાં ન હોવાની દાદ માંગી હતી. જે કેસ પાટણની ફેમિલી કોર્ટમાં ચાલી જતાં પતિએ કોર્ટ સમક્ષ રકમ આપવાનો ઈન્કાર કર્યો હતો, જેથી જજે પતિને ૨૯ મહિનાની સાદી કેદની સજા ફટકારી હતી.પાટણની ફેમિલી કોર્ટે એક પતિને પોતાની પત્નિને ૨૯ માસથી ભરણપોષણની ચઢેલી રૂ. ૧.૪૫ લાખની રકમ ન ચૂકવતાં તેને ૨૯ માસની સાદી કેદની સજા ફટકારી હતી. આ પતિએ કોર્ટ સમક્ષ આ રકમ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જેથી કોર્ટે તેને ઉપરોક્ત સજા ફટકારી હતી.
