Gujarat

બોટાદ જીલ્લા પોલીસ દ્વારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત રાણપુર શહેરમાં કે.ડી.પરમાર વિદ્યાલય ખાતે દેશ ભક્તિ ગીત કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યુ…

કે.ડી.પરમાર સ્કુલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી અરવિંદભાઇ ધરજીયા,વલ્લભભાઇ ધરજીયા,પી.એસ.આઈ-જી.ડી.કાલીયા,સ્કુલના શિક્ષકગણ,સ્કુલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા
૧૫ મી ઓગષ્ટ-૨૦૨૨ના રોજ આઝાદીને ૭૫ વષૅ પુણૅ થનાર છે.જે સંદર્ભે સરકાર દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવના કાયૅક્રમની ઉજવણી કરવાનુ નકકી કરવામા આવેલ છે.જેને અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ દ્રારા આજરોજ રાણપુર શહેરમાં કે.ડી.પરમાર સ્કુલ ખાતે પી.એસ.આઇ. જી.ડી.કાલીયા ની અધ્યક્ષતા હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ કાયૅક્રમની ઉજવણી અંતર્ગત દેશ ભક્તિ ગીત કાર્યક્રમ તથા વ્યાખ્યાન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ.આ કાર્યક્રમમાં રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ ગણ હાજર રહેલ.તથા કે.ડી.પરમાર સ્કુલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી અરવિંદભાઇ ધરજીયા તથા સચાલક વલ્લભભાઇ ધરજીયા તથા સ્કુલના શિક્ષકગણ તથા સ્કુલના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. દેશ ભક્તિગાન સ્પર્ધામાં સ્કુલના ૧૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.અને દેશ ભકિત ગીત કાર્યક્રમમાં ભાગ લઇ વિધાર્થીઓએ દેશ ભક્તિના ગીતો રજુ કર્યા હતા.આ સ્પર્ધામાં ભાગ લીધેલ પ્રથમ,દ્રીતીય,તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જી.ડી.કાલીયા પી.એસ.આઇ.રાણપુર તથા સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી અરવિંદભાઇ ધરજીયા તથા સંચાલક  વલ્લભભાઇ ધરજીયા એ શીલ્ડ એનાયત કરી પ્રોત્સાહીત કર્યા હતા.તેમજ આઝાદી કા અમૃ્ત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વ્યાખ્યાન કાર્યક્રમનુ પણ આયોજન કરવામા આવેલ જેમા સ્કુલના શિક્ષક અરવિંદભાઇ પ્રભુભાઇ રોજાસરા એ સરદાર વલ્લભભાઇ પટેલ તથા ગાંધીજી વિષય પર વ્યકતવ્ય આપેલ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ હાજર રહેલ તમામનો આભાર વ્યકત કરી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ પુર્ણ જાહેર કરવામા આવેલ સરકાર ની કોરોના સંક્રમણની ગાઇડ લાઇન મુજબ સોશીયલ ડીસ્ટન્સ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત દેશ ભકિત ગીત કાર્યક્રમ તથા વ્યાખ્યાન કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ હતુ..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *