Gujarat

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રાલયના દિવ્યાંગજન વિભાગના એડીપ યોજનાના અનુદાન થી અને  જીવનદિપ હેલ્થ એજયુકેશ ઍન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ,

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રાલયના દિવ્યાંગજન વિભાગના એડીપ યોજનાના અનુદાન થી અને  જીવનદિપ હેલ્થ એજયુકેશ ઍન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ , કોડીનાર, (દિવ્યાંગ બાળકોની સંસ્થા) દ્વારા આયોજિત ગીર સોમનાથ જિલ્લાનનો દિવ્યાંગજન  સાધન સહાય કેમ્પ  કોળી સમાજની વાડી, પણાદર રોડ, કોડીનાર ખાતે  દિવ્યાંગજનોને હલન ચલન માં અને રોજબરોજ ના કામ માં ઉપયોગી થાય તેવું યોગ્ય સાધન મળી રહે તે માટે દિવ્યાંગજનોની માપ સાઈઝ અને જરૂરી તપાસણી કરવા નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા સો થી પણ વધુ દિવ્યાંગજનોએ કેમ્પ માં હાજર રહેલા હતા કેમ્પમાં આવેલા દિવ્યાંગજનોના કપાયેલા હાથ તથા પગ માટે કુત્રિમ હાથ – પગ, તથા  અન્ય દિવ્યાંગજનોને કેલીપર્સ, વ્હિલ ચેર, ટ્રાયસિકલ, ઘોડી, વોકર, સીપી વોકર, સીપી ચેર, એજયુકેશન કીટ વિવિધ પ્રકારના સાધનો માટે તેમનું નિદાન કરી જેતે સાધન માટે તેમની માપ સાઈઝ લેવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કોડીનાર નગર પાલિકા ના ઉપ-પ્રમુખશ્રી, સુભાષભાઈ ડોડીયા, તાલુકા એજયુકેશન ઓફીસર અભેસિંહભાઈ ડોડીયા, જિલ્લા આઇ.ઇ.ડી કો-ઓર્ડિનેટર બાબુભાઈ રાઠોડ તથા  કોડીનાર આઇ ઇ ડી ની ટીમ, જીવનદિપ સંસ્થાના પ્રમુખ સિદ્દીકભાઈ ચાવડા, ઉપ પ્રમુખ સીદીભાઈ ચુડાસમા, તથા નગર પાલિકા કોડીનાર ના સદસ્યો તથા કોડીનાર તાલુકા ભાજપની સમગ્ર ટીમ હાજર રહેલ હતા તથા તેમના હાથે દિપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો આ તકે તાલુકા ભાજપની સમગ્ર ટીમ દ્વારા હાજર દિવ્યાંગજનોને માનનીય પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ જયંતી ની ઉજવણી ના ભાગ રૂપે સેવા વિક હેઠળ દિવ્યાંગજનોને નાસ્તો આપવામાં આવ્યો હતો, દિવ્યાંગજનોને યોગ્ય સાધન મળી રહે તે માટે અંધજન મંડળ અમદાવાદના ભરતભાઈ જોષી ના માંર્ગદર્શન હેઠળ જનાર્દનભાઈ મલ્લિક તથા તેમની ટીમે માપ સાઈઝ લીધેલ તથા જરૂરી તપાસણી કરેલ હતી સમગ્ર કેમ્પ ને સફળ બનાવવા માટે જીવનદિપ ટ્રસ્ટ કોડીનાર ના જાદવ એકતાબેન, આરીફભાઈ ચાવડા,  રાકેશભાઈ બેરડીયા, વર્ષાબેન પંડ્યા, રોશનીબેન મોરી, અમિતાબેન ચાવડા, ભાવનાબેન રાઠોડ, તનવીરભાઈ ચાવડા,ગોપાલભાઈ વાળા, જયેશ ભાઈ વાઢેળ એ જહેમત ઉઠાવી હતી.

IMG-20211014-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *