આથી આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે, મોજે, વડથલ, તા. મહુધા, જિ,ખેડાના ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૧૨૬ના જાહેરનામામાં સમાવેશ થતી જમીન-સ્થાવર મિલકત ધારણ કરનારાઓને જણાવવાનું કે, મોજે વડથલ, તા. મહુધા, જિ.ખેડાની સરવે થયેલ ૨૬૮ મિલકતોની જિલ્લા નિરિક્ષકશ્રી, જમીન દફ્તર, જિ.ખેડા, મુ. નડીયાદએ આધાર પુરાવાઓની ચકાસણી કરી ઠરાવ લોક કરીને નોટીસ – ૬ની વહેંચણી કરી હક્કચોક્સી કામગીરી પુર્ણ કરેલ છે. આ હક્કચોક્સી પુર્ણ થયા બાદ તૈયાર થયેલ સીટી સરવે રેકર્ડનું પાર્ટ-પ્રમોલગેશન કરવાનું થતું હોઇ અમો સુપ્રિન્ટેન્ડેન્ટ, લેન્ડ રેકર્ડઝ, જિ.ખેડા, મું. નડીઆદ ખાતે તા. ૨૮-૧૦-૨૦૨૧ ના રોજ બપોરના ૧૨.૦૦ કલાકે પ્રમાણિત કરનાર છીએ. જો કોઇને આ તૈયાર થયેલ હક્કચોક્સી રેકર્ડ અંગે વાંધો -તકરાર હોય તો લેખિત વાંધાઅરજી આ નોટીસ પ્રસિદ્ધ થયા તારીખથી રેકર્ડ પ્રમાણીત માટેની નક્કી થયેલ તારીખ સુધીમાં જરૂરી આધાર પુરાવા સાથે જિલ્લા નિરીક્ષકશ્રી, જમીન દફ્તર, જિ.ખેડા, મું.નડીઆદની કચેરી, સરદાર પટેલ ભવન, ડી-બ્લોક, બીજો માળ, નડીયાદ ખાતે રજુ કરી શકશો તેમ સુપ્રીન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ જિ.ખેડા નડીયાદની અખબાર યાદીમાં જણાવાયું છે.
