Gujarat

રત્નકલા ડાયમંડના ૨,૭૪૨ કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા

સુરત્
સુરતમાં દરોડા દરમ્યાન મોટી માત્રામાં ડિજિટલ ફોર્મમાં ડોક્યુમેન્ટ જપ્ત કરાયા છે. પાંચ વર્ષમાં બેનામી ખરીદ અને વેચાણના ૩૧૮ કરોડના પોલીશ્ડ ડાયમંડના બિનહિસાબી વ્યવહાર મળ્યાં છે. ડાયમંડ ઉત્પાદન દરમ્યાન નિકળેલા સ્ક્રેપનું ૯૫ કરોડમાં રોકડ વેચાણ કરાયું છે. તેમજ પોલીશ્ડ ડાયમંડની ૧૮૯ કરોડની ખરીદી કરી હોવાનું આઇટીની તપાસમાં બહાર આવ્યું છે. ૮૦ કરોડની બેનામી આવકના દસ્તાવેજાે જપ્ત કર્યા છે. ૮૧ કરોડની બિનહિસાબી આવક શેરબજારમાંથી કરી છે. દરોડા દરમ્યાન ૧.૯૫ કરોડની રોકડ રકમ અને જવેરાત જપ્ત કરાયું. તથા ૮,૯૦૦ કેરેટના ૧૦.૯૮ કરોડના ડાયમંડ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન ૧૦ બેંક લોકર સીલ કરાયા છે. સુરતમાંથી આવકવેરા વિભાગે અંદાજે રૂપિયા ૨,૭૪૨કરોડના બેનામી વ્યવહારો ઝડપી પાડ્યા છે. ૈં્‌ વિભાગે ૨૨ સપ્ટેમ્બરે સુરતની રત્નકલા એકસપોર્ટના ૨૩ જેટલા ધંધાના અને રહેઠાણના સ્થળે દરોડા પાડ્યા હતા. ત્યારે દરોડાની કાર્યવાહી કર્યા બાદ અંદાજે રૂપિયા ૨,૭૪૨ કરોડના બેનામી વ્યવહારો મળ્યાં છે. ગુજરાતમાં દરોડાની શરૂઆત કર્યા બાદ સૌથી મોટી કરચોરી સુરતના ડાયમંડ ટ્રે઼ડર્સની બહાર આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *