Gujarat

રાજકોટ શહેરના પોલીસ દ્વારા અનેક ગુનાઓમાં સામેલ રાજેશ ઉર્ફે ડોનીયાને પાસામાં ધકેલી દીધા

રાજકોટ
રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુનાખોરી ડામવાના પગલે પ્રદ્યુમનનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં હત્યાનો પ્રયાસ તથા મારામારીના ત્રણ ગુનામાં સામેલ રૂખડીયાપરાના શખ્સને પાસામાં ધકેલી દીધો હતો. રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં અગાઉ હત્યાની કોશીષ તથા મારામારી સહીતના ગુનામાં પકડાયેલા રૂખડીયાપરા પાણીના ટાંકા પાસે રહેતો રાજેશ ઉર્ફે ડોનીયો રમેશભાઇ ચૌહાણ (ઉ.વ.ર૧)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઇ આર.વાય.રાવલ હેડ કોન્સ. રાજેશભાઇ દહેકવાલ તથા કોન્સ. ઇન્દ્રજીતસિંહ સીસોદીયા સહીતે દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇસ્યુ કરતા પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડા, પીએસઆઇ કે.ડી.પટેલ, એ.એસ.આઇ. સંજયભાઇ દવે, હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ, જનકભાઇ, હરેશભાઇ, કુલદીપસિંહ, મહાવીરસિંહ અને અશોકભાઇ સહીતે રૂખડીયાપરાના રાજેશ ઉર્ફે ડોનીયો રમેશભાઇ ચૌહાણ (ઉ.વ.ર૧)ની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *