ગિરગઢડા
ભરત ગંગદેવ..
જૂનાગઢ વેરાવળ હાઇવે પર વંથલી પાસે ટ્રકચાલકે કારને અડફેટે લેતા જૂનાગઢનાં મોબાઈલ એસેસરીઝનો વેપાર કરતા લોહાણા અગ્રણી દિલીપભાઈ ભગવાનજીભાઈ સિરોદરીયા ઉંમર વર્ષ 48 નું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રેતી ભરેલ ટ્રક મોટરકારને અડફેટે લેતા મોટરકાર પલટી મારી ડિવાઈડર સાથે આથડાયેલ અને તેના પર જ આ રેતી ભરેલો ટ્રક પલટી મારી જતા મોટરકારચાલક દિલીપભાઈ સિરોદરીયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું આ અંગેની વધુ તપાસ વંથલી પી.આઈ. દ્વારા હાથ ધરવામાં આવલ છે.
Attachments area


