Gujarat

વલસાડમાં મતદારે લગાવ્યું બેનર: ‘મત ભાજપને, પ્રચાર માટે ન આવવું’

વલસાડ તાલુકાના દિવેદ ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે એક અનોખો વિરોધ સામે આવ્યો છે. અહીં એક મતદારે પોતાના ઘરની બહાર બેનર લગાવીને રાજકીય પક્ષોના ઉમેદવારોને પ્રચાર માટે ઘરે ન આવવા જણાવ્યું છે, જોકે તેમનો મત ભાજપને જ રહેશે તેવી સ્પષ્ટતા પણ કરી છે.

દિવેદ ગામના અભિલાષ પટેલે લગાવેલા આ બોર્ડમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, “અમારો મત ભાજપને, પણ કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટે ઘરે આવવું નહીં.” આ બેનર દ્વારા તેમણે ભાજપ પ્રત્યેની પોતાની વફાદારી દર્શાવી છે, પરંતુ સ્થાનિક ઉમેદવારો પ્રત્યેની નારાજગી પણ વ્યક્ત કરી છે.બન્યા છે.

અભિલાષ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી ભાજપના સમર્થક છે અને તેમનો મત ભાજપને જ જશે. જોકે, વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારો સાથેના ભૂતકાળના અનુભવો અને કેટલાક કિસ્સાઓમાં થયેલા ‘અનાદર’ને કારણે તેમણે આ નિર્ણય લીધો છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપ અને નરેન્દ્ર મોદીના નામે કોઈપણ ઉમેદવાર ચૂંટણી જીતી જાય છે. પક્ષ અને નરેન્દ્ર મોદીના નામે જીત નિશ્ચિત હોવાથી પ્રચાર માત્ર એક ઔપચારિકતા જ રહી ગઈ છે.