કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ (શાપર) ના રામાનંદી સાધુ સમાજ દ્વારા રાસોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ખેલૈયાઓ ટ્રેડિંશનલ ડ્રેસ મા પહોંચીયા હતા જેમાં માતાજી ની સામુહિત આરતી ઉતારી ને કાર્યક્રમ ની શરૂઆત કરાય હતી. જેમાં મોટી સંખ્યા મા ખેલૈયાઓ એ ભાગ લીધો અને પ્રાચીન અવનવા રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી.આ તકે ખેલૈયાઓ એ લાઈવ ઓરર્કેસ્ટ્રા સાથે મહા આરતી ગરબા વગેરે રજૂ કર્યા હતા જેમાં ખેલૈયા ઓ પણ મન મૂકી ને ઝૂમી ઉઠ્યા હતા.જેમાં આ તકે જ્ઞાતિ અગ્રણી એવા ભરતભાઈ નિમાવત સાહિતનાઓ ની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ જ્ઞાતિ ના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મહિલા પાંખ ના ભૂતપૂર્વ પ્રમુખ જયોતિબેન નિમાવત મહિલા પાંખ ના કાર્યકારી પ્રમુખ દેવાંગીબેન સુખાનંદી તેમજ મહિલા પાંખ ના કારોબારી સભ્યો સહીત નાઓ એ ખુબ સારી એવી જહેમત ઉઠાવી હતી..
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


