સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા ખાતે વયનિવૃત્તિને કારણે સેવા નિવૃત્ત થતાં સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી શાખાના ક્લાર્ક રસિકભાઈ જોષીને સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી મુનિયા સાહેબ તથા સમગ્ર કર્મચારીગણની ઉપસ્થિતિમાં ખૂબ જ સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવ્યો. આ તકે સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશી, ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી સમેત તમામે તેની કાર્યપદ્ધતિની ભારે પ્રશંસા પણ કરી હતી. રસિકભાઈ જોષીએ તેમની કારકિર્દી દરમિયાન નગરપાલિકાનાં વિવિધ વિભાગોમાં કાર્ય કરીને અંતે ચૂંટણી શાખાના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જોવા મળ્યાં હતાં. તેમણે સને ૨૦૦૧ માં વસ્તીગણતરી કાર્યમાં નોંધનીય કામગીરી કરતાં માનનીય ડેપ્યુટી કલેકટર સાહેબના હસ્તે સિલ્વર એવોર્ડ અને પ્રશસ્તિપત્ર મળ્યો હતો.. આવી જ રીતે સને ૨૦૧૧માં પણ વસ્તીગણતરીની નોંધનીય કામગીરી બદલ શિલ્ડ અને પ્રશસ્તિપત્ર એનાયત થયેલ. આમ પણ રસિકભાઈ પોતે મિલનસાર, હસમુખ અને મિતભાષી હોવાથી સહકર્મચારીઓ અને લોકોમા ખાસ્સા લોકપ્રિય છે.


