દરીયો પૂરવાનો પ્રયાસ
—————————-
આજરોજ સાવૅજનિક સેવા સમિતિ , સમાજ સેવા કેન્દ્ર, પોલીસ સમન્વય અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઈઝેશન અને રાજકોટ મહાનગરપાલિકા ના સંયુક્ત ઉપક્રમે રૈયા રોડ ઉપર કોરોના વેકસિનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ૪૫ થી વધુ ભાઈ બહેનોએ લાભ લીધો હતો. આ કોઈ મહાનતાનું કાયૅ નથી પરંતુ કોરોના રૂપી દરીયાને પૂરવાનો નાનો એવો પ્રયાસ કર્યો છે, કોરોનાને આ જગતમાં કોઈ ઓળખતું પણ ન હતુ , ત્યારે રાજકોટમાં સૌ પ્રથમવાર તા. ૧૯/૩/૨૦૨૦ ના રોજ રૈયા રોડ પર સાવૅજનિક સેવા સમિતિ દ્વારા કોરોના સામે રક્ષણ આપતી આયુર્વેદિક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ કોરોના સામે જાગૃતિ અભિયાન ચલાવવામાં પણ અમારી ટીમ અગ્રેસર રહી વેકસિનેશન કેમ્પના આયોજનમા પણ અગ્રેસર રહ્યા, બીજી લહેરમાં આપણે સૌએ કપરા દિવસો પસાર કયૉ,અનેક પરીવારોએ સ્વજનો ગુમાવ્યાની વ્યથા વિસરી શકાય તેમ નથી .
આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિઘૅ દ્ષ્ટિને કારણે આપણે બીજા દેશો ની સરખામણી માં સૌથી વધુ સલામત છીએ.હજુ પણ અમુક બેદરકાર લોકોએ કોરોના રસીના એક પણ ડોઝ લીધા નથી આવા લોકો ને સમજાવીને રસી મૂકાવવા તંત્ર સતત પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે આજે કેમ્પ યોજાયો હતો, અને ૪૫ જેટલા લોકોને અમારી ટીમના સભ્યો એ સમજાવીને ડોઝ લેવડાવ્યા હતા.
આ સેવા કાયૅ માં જનસેવક રાજુ જુંજા, સમાજ સેવિકા સોનલબેન ડાંગરીયા,મીરાબેન ડોબરીયા, ભાનુમતી જુંજા,દશૅનભાઈ પંડ્યા,કરણ જુંજા, અલ્પેશભાઈ ડાંગરીયા,વિરાગભાઈ જોશી, સમીરભાઈ પંડ્યા, વગેરે જોડાયા હતા.





