Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત રાણપુર શહેરમાં સી.એસ.ગદાણી હાઈસ્કુલથી સાઈકલ રેલી યોજાઈ

15 મી ઓગસ્ટ 2022 ના રોજ આઝાદીને 75 વર્ષ પૂર્ણ થનાર છે જે સંદર્ભે સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે જે અંગે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા રાણપુર શહેરમાં સાઈકલ રેલી નું  આયોજન કરવામાં આવ્યુ હતુ આ સાઇકલ રેલી રાણપુર શહેરની સી.એસ.ગદાણી હાઈસ્કુલ થી બસ સ્ટેશન સુધી યોજવામાં આવી હતી.સાઈકલ રેલી માં સી.એસ.ગદાણી હાઈસ્કુલના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ જોડાયા હતા.આ કાર્યક્રમમાં રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.જી.ડી.કાલીયા તેમજ પોલીસ કર્મચારીઓ તથા સી.એસ.ગદાણી હાઈસ્કુલના સંચાલક સંજીવભાઈ ગદાણી હાજર રહ્યા હતા. સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ સોશીયલ ડીસ્ટન્સ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાણપુર શહેરમાં સાઈકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20211127-085526.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *