Gujarat

ઊનાના ભીંગરણ ગામે ૪૨ વર્ષના શખ્સે ૧૦ વર્ષની બાળકીને અડપલા કર્યા…

દુકાને બબલુ લેવા ગયેલ બાળકી સાથે અડપલા કરી કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ,  સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડાયેલ..

ઊનાના ભીંગરણ ગામે રહેતો ૪૨ ની ઉમરના શખ્સે પોતાની દુકાનમાં બબલુ લેવા આવેલી બાળકી ઉપર નજર બગાડી હતી. અને બાળકીનો હાથ પકડી દુકાનની અંદર લઇ શારિરીક અડપલા કરતા ભોગબનનાર દિકરીએ ઘરે આવી પોતાની માતાને આ વાત કહેતા ઇજા પામેલ બાળકીને તાત્કાલીક સરકારી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયેલ હતી. આ અંગે નવાબંદર પોલીસમાં શખ્સ વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રૈયા વીરા ભોડુ ઉ.વ.૪૨ રહે. ભીંગરણ ગામમાં પોતાની દુકાન ધરાવતો હોય અને આ વિસ્તારમાં નજીક રહેતી નાની બાળકી ઉ.વ.૧૦ દુકાને બપોરના સમયે બબલુ લેવા ગયેલ ત્યારે આ શખ્સે એકલતાનો લાભ લઇ બાળકીનો હાથ પકડી પોતાની દુકાનમાં અંદર લઇ જઇ શારિરીક અડપલા કરતા બાળકી ગભરાઇ ગયેલ. અને રૈયા વીરા ભોડુએ કહેલ કે આ વાત કોઇને કહીશ તો તને  જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્યાંથી દિકરી પોતાના ઘરે જતી રહેલ અને આ સમગ્ર હકીકત તેમની માતાને જાણ કરતા અને શરીરના ભાગે નિશાન જોવા મળતા ચોકી ગયેલ અને તાત્કાલીક ઉના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ હતી. અને ત્યાં ભોગ બનનાર બાળકીની માતાએ નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે પોસ્કો સહીતનો ગુન્હો નોધી આ શખ્સોને પકડી પાડેલ અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ  પિતાની ઉમર ધરાવતો શખ્સે નાની બાળકી ઉપર નજર બગાડી શારીરક અડપલા કરતા ગામમાં અરેરાટી વ્યાપી ગયેલ હતી. અને અગાઉ પણ આ શખ્સે અડપલા કર્યા હોવાની ભોગબનનાર બાળકીની માતાએ જણાવેલ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *