ઊનામાં સમસ્ત ભોઇ સમાજ દ્રારા દેશ આઝાદ થયો તે પહેલાથી આશરે ૧૧૦ વર્ષથી દર વર્ષે નવરાત્રી નિમીતે ભોઇવાડા ગરબી ચોકમાં પ્રાચીન ઢબથી રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ નવલી નોરતામાં બાળાઓએ હાથમાં દિવડા પ્રગટાવી ગરબે રમી હતી. બાળાઓને ભોઇ સમાજના આગેવાનો દ્વારા પ્રાત્સાહ કરી ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું. આ ગરબી મંડળને સફળ બનાવવા ભોઇ સમાજ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

